મીનીમમ પ્રોડક્શન....કરો છો ?

8:48 AM

મીનીમમ પ્રોડક્શન, કરો છો ?

                     વ્હોટ અ ગ્રેટ ઇનિંગ , ક્રિકેટ ની નહિ ભાઈ ડો.વી.કે.પાંડે સાહેબ ની.  આ શબ્દો હતા અમારા મેડીકલ ડાઈરેક્ટર ને અમારા બાકીના બધા કન્સલટંટ ના તેમજ બધા રેડીડેંટ ડોક્ટર્સ ના.
હા આજે અંતે પાંડે સાહેબે અમારી હોસ્પિટલ માંથી 75 વરસ ની ઉમરે રીટાયરમેન્ટ લીધી , એસ.એમ.એસ. જેવી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ માં ઓર્થો ડીપાર્ટમેન્ટ ના હેડ અને જેણે હેન્ડ સર્જરી નું બીજ રોપેલું રાજસ્થાન માં. એસ.એમ.એસ. હોસ્પિટલ થી રીટાયર થયા બાદ દુર્લભજી હોસ્પિટલ માં લગભગ 20એક વરસ રહ્યા બાદ આજે એવાજ સ્વસ્થ ને ફીટ, આજે પણ એક ઓપરેશન કર્યું, હું ખુશનસીબ કે જતા જતા મને આ જાન્યુઆરી મહિનામાં તેમની સાથે પોસ્ટીંગ મળ્યું, એક માણસ જે ઓર્થો ની ઇનિંગ શરુ કરે છે ને એક માણસ જે  હેન્ડ સર્જરી ને જીવી ગયા. એક યુગ રીટાયર થયો. એમની પાસેથી શીખેલી ઘણી બધી વાતોમાંથી એકાદ વાત આજે કરવી કરવી છે.


              હમણાં એક જુનિયર ને કહેતો હતો કે આ ખુબ કીમતી સમય છે , ઓલ-ઇન્ડિયા પીજી ની એક્ષામ નું વાંચવા, હજી ભલે છેલ્લી એક્ષામ નું રીઝલ્ટ ના આવ્યું હોય , તો તે કેય હમણાં તો મુડ જ નથી આવતો તેજસભાઈ,
એકાદ બે કલાક વંચાય એમાં મજા ના આવે , કરવું છે સરુ હવે,

              આજે એવું નહિ કહું કે શનિવાર  આવી ગયો પણ આજે કહીશ કે ફેબ્રુઆરી આવી ગયો , હજી હમણાં નવું  વર્ષ શરુ થયેલું ને નક્કી કરેલું કે આમ કરશું ને તેમ કરશું વગેરે વગેરે, પણ આજે થોડો હિસાબ કરો જોઈએ, નફા માં કે ખોટ માં. ? 12  માંથી 11 મહિના  રહ્યા, ખબર પડશે જો શાંતિ થી બેસીને વિચારશો તો કે અમુક કામ જે કરી સક્તાતા  તે પણ ના કર્યું, જેમકે મેં નક્કી કરેલું કે દરરોજ થોડું થોડું વાંચીશું પણ એ ના થયું,. આજે થોડો વિચાર કર્યો તો કડી મળી ને તાળું ખુલ્યું, તો થયું કે તમને ચાવી આપું, આપડો પ્રોબ્લેમ એ હોય છે કે આપડે એવું મીનીમમ કામ પણ નથી કરતા જે આપડે કરી શકીએ , કારણકે એમાં મજા ના આવે , આપડે તો કરવું તો સરખું બાકી નહિ એવું  કહેતા હોય ને ઘણા લોકો,  કસરત કરવી તો સરખી મતલબ અમુક અમુક વ્યવસ્થાઓ હોય તેવું જીમ  જોઈએ , અમુક જાતના કપડા શુઝ વગેરે જોઈએ , વાંચવું તો છે પણ પહેલા ખબર તો પડે કે બેસ્ટ બૂક કઈ? ? સરખું વાંચવું છે.રૂમ માં ના મજા આવે , હમણાં સમય જ નહિ મળતો , આમ કઈક બે ત્રણ કલાક લાઈબ્રેરી માં જઈએ તો મજા આવે , એમાં પણ  ત્યાં કોઈ વાતો ના કરાવવા જોઈએ, બધું બરાબર હોઈ તો કૈક મજા આવે.
એમાંને એમાં  પેલું જે થોડો ઘણો ટાઇમ મળે એમાં વાંચી શકીએ એ ના કરીએ , ને એવું  આદર્શ ( આપડા ધોરણો પ્રમાણે) મળે નહિ ને જોઈએ તો વર્ષ ના અંતે કાંઈજ ના કર્યું હોય ,

           અત્યારે આ સમય ને સંજોગો માં આપડા હાથ માં શું છે? મતલબ આપડે શું કરી શકીએ ? એતો કરી લઈએ , જેમકે દરરોજ પાંચ મિનીટ જરૂરી નહિ સવારે જ , પરંતુ સુતા પહેલા ધ્યાન કરી શકીએ , પ્રાર્થના કરી શકીએ , વધારે યોગા ફોગા ના વિચાર ના કરવા કરતા પેલા અડધી કલાક ચાલવા જઈએ શકીએ , પાચ મંઝીલ માંથી બે ત્રણ મંઝીલ દરરોજ લીફ્ટ ના બદલે  સીડી થી જઈએ શકીએ , એક ટાઈમ તો એક સાથે બેસીને જામી શકીએ , જેની વિશે દરરોજ ખરાબ જ બોલતા હોય એનો એકાદ ગુણ અપનાવી શકીએ , જમવામાં ઉપરથી મીઠું ના નાખીને કેટલું સોલ્ટ શરીર માં જતા અટકાવી શકીએ , સાંજે નોકરી પરથી ઘરે આવતા જલ્દી જલ્દી કરતા મન ને થોડું ધીમું પાડીને આજુબાજુ ના વાતાવરણ નો ને સાંજ નો આનંદ અપાવી શકીએ,
             સુતા પેલા ઘણા બે ભગવાન ના નામ ની માળા કરીને સુવે એવું કઈક નાનું કામ પણ દરરોજ થઇ શકે , આવતો ઘણા ઉદાહરણો મળે મીનીમમ કામ ના ,,કામ કરવા માટેના બેસ્ટ સમય અને સંજોગો ક્રિયેટ કરવામાં કે  ક્રિયેટ થવાની રાહ જોવામાં સમય બગાડવા કરતા જેટલું કરી શકીએ એટલું તો કરીએ

        ગોપાલ-કૃષ્ણ ગોખલે દીવા ના અજવાળા માં વાંચતા , ઝવેરચંદ મેઘાણી એક જ ટાઈમ જમતા કારણકે બે ટાઈમ મેસ માં આપી શકે એટલા પૈસા ના મળે , દ્રવિડ બાપુ ધીમે ધીમે કરતા કેટલા રન બનાવી ગયા જોવો ( એક વાર એના રેકોર્ડ ઉપર નજર કરો),  આવા ઉદાહરણો કઈ મોટા મોટા ઉદ્યોગપતિ ને પ્રખ્યાત માણસો ના જ મળે એવું નહિ , આજો હમણાં છાપા માં આવેલું કોઈ છોકરો હીરા ઘસતો , પરિવાર ની પરિસ્થિતિ નબળી હતી તો , નાના  ભાઈ ને એમ.બી.બી.એસ. માં મળ્યું ને થોડીક પરિસ્થિતિ બરાબર થઇ તો પાછું ભણ્યો ને  સી.એ. થઇ ગયો, ભાઈ ભાઈ, તો ભાઈ આ સમયે આપડા હાથ માં શું છે ? આપડે શું કરી શકીએ ?   એટલું મીનીમમ તો કરી જ લેવું. આ પેલા સંતો કહેતા હોય ને કે નવરા થાવ કે ભગવાન ભજી લ્યો, એમ મીનીમમ કામ કરી નાખો , અચ્છા એવું કામ કરવાની આદત થી જેતે વસ્તુ માં મન મગજ પરોવાયેલું રેશે, દરરોજ  આત્મવિશ્વાસ વધશે , હું કરી શકુ ની વૃતિ આકાર પામશે, ને એવા બધી વસ્તુ માં થતા દિવસ દરમિયાન ના મીનીમમ પ્રોડક્શન થી તમે એક દિવસ મોસ્ટ પ્રોડક્ટીવ બની જાશો, દિવસ ના બધા કાર્યો નો સરવાળો 100 કરીએ તો, જેમાં ગપ્પા પંચાત મોબાઈલ માં બગડતો ટાઈમ , આળસ  ને કૈક સારા કામ એમ બધા કામ આવે , તો જો તમે કૈક મીનીમમ સારું કામ કરવાની શરૂઆત કરો તો ઓટોમેટીક જ અમુક રકમ ઓછી થશે ને અમુક વધશે જેમકે પેલા પંચાત ના 20 અંક હતા તો હવે એ 10 થશે , સરવાળો તો 100 જ રહેવાનો, ભલે બેસ્ટ ના થાય પણ ગુડ તો થાય ને , એ દરરોજ ના 10 પોઈન્ટ નું સારું કામ પણ વરસે બે વરસે મોટા રીઝલ્ટ આપે હો પ્રભુ..


                      એમ કરતા કરતા જેતે કામ માં રૂચી વધશે ને સ્પીડ આવડત પણ વધશે , જેમકે કોઈ સર્જન નવો આવે ત્યારે ભલે કાતર પકડતા પણ નાં આવડે પણ ધીમે ધીમે એ એમાં માસ્ટર બની જાય , એવુજ પેલા બહેનો જે ઉન માંથી કૈક ને કૈક ગુથતા રહેતા હોય તે જયારે શરુ કરે ત્યારે કઈ ના આવડતું હોય પણ ધીમે ધીમે એમાંથી ચાદર , ,ટોપી  ને નવી નવી કેટલીયે વસ્તુ બનાવતા સીખી જાય , ને અમુક સમય  બધા બહેનો જોડે કે કોઈની પણ જોડે વાતો કરતા જાય ને ગુથતા જાય , ને વળી એ કામ એ જયારે ઘરકામ ને એ બધા માંથી સમય મળે ત્યારે કરે, એને એવો કોઈ સાવ નવરાશ નો સમય ના મળે પણ વચ્ચે વચ્ચે  જે સમય મળે એ સમય માં મીનીમમ જે થઇ સકે એ કરીને ઘણું બધું ગુથી નાખે, કેવું સરસ ઉદાહરણ છે ને???. ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ નો જમાનો છે એમાં પૈસા જોઈ જોઈ ને વાપરો તો બુદ્ધિ , સમય , આવડત કા વેડફો ?? મીનીમમ પ્રોડક્શન થાવુજ જોઈએ , એટલું કરવાનું એમ નહિ પણ એટલું તો કરવાનુજ દિવસ માં એમ.. વળી એક દિવસ એ ટેવ બની જાય પછી એમાં આવડત સ્પીડ આવશે , પછી થોડાક વધુ બહાર આવો કમફર્ટ ઝોન ની , એફોર્ટ ઝોન માં થોડક વધુ પગ પેસારો કરીને એને મીનીમમ પ્રોડક્શન બનાવો, એની માટે કઈ જીનીયસ ના લેબલ ની જરૂર નથી , સિમ્પલ વાત છે, વધારે નહિ તો આટલું તો કરીએ જ એમ...બકા એક એક રન તો દોડીએ , થોડોક વિશ્વાસ જાત માં રાખીને એટલું તો  ચાલીએ જ, એ માટે મન બહાના બનાવે તો પણ એ મીનીમમ કામ ને પ્રાયોરીટી આપીએ, એમ કરતા કરતા ઘણું થઇ જશે?  શું લાગે તમને ?
આતો જિંદગી છે આમાં વેકેશન કે નિરાત થોડી છે એતો ચાલતી જ રહેશે , તમે જો મીનીમમ પ્રોડક્શન ના કામ ની ચોઈસ પણ નહિ કરો ને આડા અવળા કામ માજ સમય , આવડત , ઉર્જા વેડફશો તો વર્ષ ના અંતે એવા ને એવા,...હો, .. થોડાક મારા idea છે મીનીમમ કામ કરવાના જે મેં પણ આજે વિચાર્યા ,એટલે હજી અનુભવ ની એરણ પર ચકાસવાના બાકી

દરરોજ સવારે ને સાંજે કૈક નિયમિત કરવું જેમકે કસરત , મંદિર જવું, પ્રાર્થના , વોર્ડ રાઉન્ડ વગેરે તેનાથી બાકીના કામ માં પણ નિયમિતતા આવશે, યાદ રહે સવાર સાંજ , નહિ કે માત્ર સવારે ,કારણ કે સવારે થી  નિયમિત કામ બપોરે કે સાંજે આવતા આળસ ને અમુક વ્યર્થ કામ ના કરને અટકી પડે ને પછી ગાડી ચડી જાય પાટે , એટલે વાળી પાછું સાંજે કૈક દરરોજ કરતા હોઈ એવું હોઈ તો ટ્રેક પર રહે,

કામ કરવું, બેસ્ટ જ કરીએ એવું ની, જેટલું સારું થઇ સકે એટલું પણ કરવું ,
આજે જે બેસ્ટ થઇ સકે એ કરવાનું, એક રન  તો એક દોડી લેવો।

દરેક દિવસ અલગ હોઈ છે , જીવન અનિશ્ચિતતાઓ થી ભરેલું છે , એટલે ક્યારેક બધું બરાબર નહી  ગોઠવાય , આજે મન જે કામ માં બહાના બનાવે એ કાલે પણ બનાવશે માટે આજે જ શરુ કરો.

કાર્ય ની શરૂઆત માજ ફાઈનલ ગોલ  ના બનાવો, જેમકે પેલાજ દિવસે આ બૂક આટલા દિવસ માં વાંચીશ એવું નહિ , પણ દરરોજ અડધી કલાક વાંચીશ એમ બનાવો, દસ પંદર દિવસ એમ કરો પછી મન ચોટે ,સ્પીડ પકડાય પછી ફાઈનલ ગોલ બનાવી શકો જે વધારે એકયુરેટ હશે,

એકાદ મનગમતું કામ ,કોઈ શોખ નિયમિત કરો.જેનાથી બીજા કર્યો પણ નિયમિત થશે ને એક હું નિયમિત બની શકું , કરી શકું ની વૃતિ આવશે।

બંને છેડે બાંધેલા દોરડા નો એક છેડો હલાવો તો બીજો પણ  હલે, તળાવ માં ફેકેલો એક પથરો આખા તળાવ માં તરંગ પેદા કરે તેમ , મન પણ તેવું જ છે , એને એક વાત થી નિયમિતતા, આત્મવિશ્વાસ માં ટ્રેઈન કરશો તો બીજી બાબતો માં પણ પરિણામ જોવા મળશે,'જેમ કે ખુબ ઉતાવળિયા સ્વભાવ ને કારણે  વારંવાર મુશ્કેલી આવતી હોય , ખોટા નિર્ણય લેવાતા હોય તો ધીમે જમવાનું , સીડી ધીમે ધીમે ચડવાનું , શાંતિથી ચાલવાનું, આવો અભ્યાસ કરશો તો એની અસર તમારા આખા ઉતાવળિયા સ્વભાવ પર પડશે, ને ધીરા થઇ શકશો, તો ના થઇ શક્તિ વસ્તુઓ માં મન ના દોરડા નો બીજો છેડો સુધારો,

નક્કી કરો, કે આટલું તો મીનીમમ કરીશ જ , નાના પાયે પણ કામ શરુ કરો ,

ને છેલ્લી વાત મન માં આવનારા બધા ક્રાંતિકારી વિચારો ( આમ કરી નાખું ને તેમ કરી નાખું - વગેરે  ઈમ્પલ્સ ને ઓળખો ) ,એના પર તરત કાર્ય કે પ્રતિક્રિયા ના કરો , ઈચ્છા દિવસ માં, દરેક દિવસે , નવી નવી ને ક્રાંતિકારી ઘણી થશે , પણ એ બધીમાં ભૂતકાળ માં  થોડુક કામ કરીને પડતી મુકાણી હશે એવી પણ ઘણી હશે , એને સસ્ટેઈનીટી માં બદલો , એની ટ્રીક આવતા બ્લોગ માં,,,,,,,

તો માત્ર વિચારો થી મીનીમમ તો મીનીમમ કાર્ય તરફ ,
માત્ર વાતો થી થોડા કાર્ય ના વિશ્વાસ તરફ ,
માત્ર ફરિયાદો ને બેસ્ટ ની રાહ ના બદલે ગુડ ,હાથમાં છે એટલું કરી નાખવાના સાહસ તરફ ,
દરેક અનિશ્ચિત દિવસ માં અમુક નીશ્ચ્ચિત નક્કર કાર્ય તરફ પગલા ભરીએ,,

નક્કર પગલા ભાઈ નક્કર પગલા , બે ચાર જેટલા ભરી શકીએ એટલા, વરસાદ જતો રે પલળવા આવીએ ત્યાં તો એના દ્વારા ભરાયેલા ખાબોચિયા માં છબછબીયા તો કરી જ શકીએ , પેલા અગાશી  પર એકઠું થઈને નીચે પડતા પાણીમાં તો પલળી જ શકીએ ,

દીવાલોની વચ્ચે  પેલી કુપણ થોડાક એવા જ ભેજ માં કેવી નીકળે,,,


 વિચારો વિચારો વિચારો ની વચ્ચે , સુરજ જેમ  ઊગવું છે સિતારો ની વચ્ચે
ઉગીશું કુંપણ ની જેમ જરાક ભેજ માં પણ , ભલે બીજ વાવો દરારો ની વચ્ચે,,

જીવતા હોવું એતો પ્રાપ્તિ છે ,( બધા જીવે છે માણસ ,પશુ પક્ષી બધા) પણ જીવંત હોવું એ ઉપલબ્ધી છે , એમાં માણસ નું ભાગ્યવિધાતા પણું છલકાય છે,

બકા આતો એક મોટા અરીસાના આપડે બધા નાના ટુકડા , આપડું કામ પેલા અંધારી જગ્યાએ સૂર્ય ના આવતા પ્રકાશ ને અરીસામાં ઝીલી ને અંધારામાં પડવાનું , મારાથી પડે એટલો મેં  પાડ્યો, તમારી પાસે કોઈ આવા મીનીમમ પ્રોડક્સન ને લાગતા વળગતા idea હોય તો કરોને મેસેજ , આપડે આ બ્લોગ માં જ સુવિધા આપી છે મેસેજ કરવાની ને ઈ-મેઈલ થી તમને દરેક બ્લોગ વિના કહે પહોચાડવાની,

આપડે આવળ બાવળ બોરડી
કેસર  ઘોળ્યા ગલ ના ગોટા જી
હલકા તો પારેવાની પાંખ થી
 મહાદેવથિયે મોટા જી। .... આપણા ઘડવૈયા બાંધવ આપડે હો  જી,,,,

ચાલો ત્યારે જાલિમ ના જેસી કૃષ્ણ , આજની ગોઠડી પૂરી હો,......

કરીએ હવે પેલું મીનીમમ શરુ , તાકાત આવશે, હિમત આવશે, ટેવ પડશે, ને comfort zone માંથી effort  zone  માં ડગલા મંડાશે , પણ  આ અબધુ,,,હોલે હોલે થશે ઉતાવળ નહિ હો,...

હોલે હોલે સે હવા લગતી હે , હોલે હોલે સે દવા લગતી હે, હોલે હોલે સે દુઆ લગતી હે હા .....
હોલે હોલે  ચંદા બઢતા હે, હોલે હોલે  ઘૂંઘટ ઉઠતા હે, હોલે હોલે સે નશા ચડતા હે હા....

હા હા હા,,,,,,

એ આવજો......



















You Might Also Like

5 comments