" ઉત્સાહ ના પર્વો - ક્યારેક કે દરેક ?

6:34 AM

                                                    " ઉત્સાહ ના પર્વો - ક્યારેક કે દરેક ?


                 જોયું ને મેં કીધું હતું એમ ઠંડી પાછી આવી ખરી... પતંગનું શોપિંગ ચાલુ થઇ ગયું હશે ને ? કે ચગાવવા પણ માંડ્યા? આજે બેવડો રસથાળ પીરસવાનો છું. એક દર શનિવાર ની મુલાકાત વખતે ની વાતો ને એક મારું જુનું ને મને ખુબ ગમતું કાવ્ય,

                સાચું કહું તો મેં આજ સુધી માં માંડ ચાર પાચ લગ્ન માં હાજરી આપી હશે , તેમાં બે તો મારા જ ઘરે, નવા નવા પડાવો પાર કરવામાં જવાનું રહી જતું , 12 માં પછી mbbs ,ને પછી pg  માટે તૈયારી , ને હવે pg , પણ લગ્નના દિવસે તો જલસો જ અલગ હોય છે. સોળ સંસ્કારમાનો એક લગ્ન સંસ્કાર જ છે ને, પરંતુ બધા જ સંસ્કાર માં આ લગ્ન સંસ્કાર ને તો ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે. એવું કેમ? વળી દુલ્હા ને દુલ્હન ની ને તેના સગા વહાલા ને મિત્રો ની ખુશી  તો તે દિવસે સમાતી ના હોય. જીવન માં એક જ વાર આવવાનું છે આ બધું, બધા ને આમંત્રણો અપાય ને, મીઠાઇઓ રંધાય , ને નવા કપડા ને ઘરેણા ને કેટકેટલું શોપીંગ,  જોજે હો આવવાનું જ છે , કોઈ જ બહાના ની ચાલે , જાણે આજ સુધીના બધા બહાના માફ પણ આ વખતે ની જ ચાલે , હમણાં જ મારા સીનીયર સમીર, કૃણાલ ને એ બધા ના લગ્ન છે , 

               કેમ આવું , એક જ દિવસ પહેરવાની હોય છતાં વરરાજા ની શેરવાની નવી હો, કૈક ઉત્સાહ જ નવો હોય છે , નહિ? ? , નવો સાથી મળવાનો છે , એકલાપણું દુર થવાનું છે , પણ આ બધી વાતો તો ઘોડે ચડ્સો એટલે સમજાશે , વરરાજા નો ખરેખર રાજા જેવો જ માનમોભો હોય હો ભાઈ , વહેલો ઉઠે ને તૈયાર થઇ જાય, ને કોઈને પણ ના ખીજાય , શાંત રહે, માતા પિતાના આશીર્વાદ લે, એવી તો કૈક અનેરી તાજગી આવી જાય જે કોઈદી જોઈ જ ના હોય, 

           જાનૈયાઓ પણ નવા કપડા ને એવાજ ઉત્સાહ માં હોય છે , આખું વાતાવરણ જ ઉત્સાહ ભરેલું હોય છે ,. પણ આ ક્ષણીક , આઈ મીન એકાદ બે દિવસ ના વાતાવરણ જોઇને લેખ લખવાનું મન થઇ ગયું , એક સાહસિક પ્રશ્ન થયો કે સાલું આવું દરરોજ કેમ નહિ,?  અરે હા દિવાળી ને નવા વરસ માં પણ કૈક જોજો આવુજ ઉત્સાહ ભરેલું વાતાવરણ હોય છે , દિવાળી ની મોડી  રાત સુધી ફટાકડા ફોડ્યા હોય તોય નવા વરસે વહેલા ઉઠી ને બધાને મળે, મંદિરે જાય ,ને ના ભળતું હોય તેની જોડે પણ ગુસ્સો ના કરે કે લડે નહિ તે દિવસે।  જતું કરી દે. આવું જ કૈક વાતાવરણ। .તમે પણ કરોતો કલ્પના માત્ર બે મિનીટ મારી સાથે આવા ઉત્સાહ ભરેલા વાતાવરણ ની ચાલો। ...મજા આવશે। .

          પણ સાલો આવો નવા વરસ , દિવાળી , ને લગ્ન ના દિવસ જેવો ઉત્સાહ દરોજ ના રહી શકે ? તમારું શું  કહેવું છે ? ??

          મન માં ભાવ જ કૈક અલગ હોય છે , એમ કે આજે તો મારા જીવનનો ખુબ જ મહત્વનો દિવસ છે , આજે મારે આમ ના કરાય , ને આજે મારે તેમ ના કરાય , વ્યવસ્થિત રહેવાય , એવોજ ઉત્સાહ ને એવીજ તાજગી , દીવાનગી દરોજ રહે તો તો મજા જ પડી  જાય ને. 

         એટલે જ કોઈને કોઈ કામ માં ખુબ મજા આવતી હોય તો કે ને એને એની લગની લાગી ગઈ છે , તો વિચારો કે એ જ થોડું એક વાર આવે છે , જીવન માં તો બધું જ એક વાર જ આવે છે , પ્રત્યેક દિવસ , તાજી દરેક સવાર, શાંત બપોર , કીલ્લોલતું રોંઢું , કુટુંબ સાથે સાંજે એકસાથે લેવાતું dinner , ... એક જ વાર બાળપણ , સ્કુલ ના દિવસો , કોલેજ ની મસ્તી, ને એ બધું જ એક જ વાર મળે છે , 
જોજો જયારે કોઈ મિત્ર કે relative  ના ઘરે જાવ ત્યારે, કે ક્યાંક ફરવા જઈએ ત્યારે એમ થાય કે ફરીથી આવિશું  , અલબત આવતા રહેશું, હમણાં જ મિત્ર હિતેશ ને અતુલ , ભાવેશ ને એ બધા મનાલી ફરવા ગયેલા એ લોકો કહેતા હતા કે ફરીથી આવશું પણ ક્યારે ? એ કોને ખબર,  પણ આવું તો પહેલા પણ ઘણી વાર થયુ હશે , મને પણ જુનાગઢ ના ગાઠીયા, ગીરનાર ના જંગલ માં ફરવાની મજા , નારાયણ ધરા માં નહાવાની મજા , ને એવું તો કેટકેટલું પાછું કરવાની ઈચ્છા છે , પણ ક્યારે કરીશું એ નક્કી જ નથી, આ 25 પુરા થતા થતા સમજાણું કે જ્યાં , જેની સાથે , જે જગ્યાએ હોય ત્યાં મન ભરીને માની લેવી , ફરી ક્યારે આવે એ કંઇજ નક્કી નહિ , 

          આથી કહું છું લગ્ન , નવું વરસ, દિવાળી  જ નહિ બધું જ એક જ વાર આવે છે , બસ ફરક છે આપણા માણવાનો  , ઉત્સાહ નો , તરસ નો..... પણ જો આ વાત સમજાશે તો એવોજ ઉત્સાહ , ને એવીજ તાજગી ,જુસ્સો , હમેશા રહેશે હો...એમાં શંકા નહિ,  ને હા યુવાની નું બીજું નામ જ ઉત્સાહ છે , બાકી વાળ તો મારા પણ ધોળા આવવા માંડ્યા (ખાનગી વાત છે આ),

           પેલું કાવ્ય આવતું ને,, 
                        
                     અને છતાય દિલ તો ચાહે તન યુવાની ની તાજગી,
                     ખુમારી નયનો તણી , ને ગર્વ ઉચ્ચતા ડોક ની,
                    અને એથીય અધિક અમર એની આત્મા કણી 
                    સમત્વ શુભ કાજ જે જીવન વિગ્રહે ઝૂરતી।...


માનવી તારા મન ના ઉત્સાહ કેરા દ્વાર દે તું ઉઘાડી , ભાઈ પછી તો છે બારે માસ દિવાળી જ દિવાળી। ...

ઉત્સાહ પર્વ કે દિવસ નો નહિ , જીવન નો સ્વભાવ હોવો જોઈએ।. શું કહેવું? ?

                સૂર્ય ની ઉગવાની અદા જેટલી જ મસ્ત અદા આથમવાની પણ હોય છે , તેવીજ રીતે આપડી પણ દરેક ક્ષણ માં ઉત્સાહ, તાજગી હોય તો લગ્ન સંસ્કાર જેટલો જ ભવ્ય અંતિમ સંસ્કાર બનશે એમાં કોઈજ શંકા નથી. પેલા આપણા પઠાનકોટ ના શહીદો નો અંતિમ સંસ્કાર ભવ્ય હતો , જે માતૃભુમી માટે લડતા લડતા વીરગતિ ને પામ્યા ,કેવો ઉત્સાહ હશે એ જવાનો માં ,,છ છ ગોળી લાગવા છતાં લડ્યા, એ હિમત એ ઉત્સાહ ને હજારો વંદન , 

               પતંગ ચગાવો , મને તો  ચગાવતા ના આવડે  , પણ ચીકી બની હોય તો જરૂર ને જરૂર મોકલાવજો,.. હા હા હા  ..                


            જો જો ઉત્સાહ ઓછો ના થાય। . જિંદગી ના મિલેગી દોબારા, દિલો મેં તુમ અપની બેતાબીયા  હો તો જિન્દા હો તુમ....


           ये मेरा गीत, जीवन संगीत, कल भी कोई दोहरायेगा जग को हसाने बहरुपीया, रूप बदल फिर आयेगा स्वर्ग यहीं, नरक यहाँ, इस के सिवा जाना कहाँ... લા લા લ લા , લા લ્લા લ લ્લા। .હમમ હમમ હમ્મ્મ્મ હા હ હા હા। ...


જાલિમ ના જેસી કૃષ્ણ , ને હા ચીકી ના હોય તો તલ ના લાડુ પણ ચાલશે। .હો...

હેડો તારે , મળીએ આવતા શનિવારે।... કાવ્ય કાલે। ..

          

You Might Also Like

4 comments