suicide

3:43 AM

                             

                                         કેમ છો મિત્રો ? મજામાં ને ? છાપું વાંચો છો કે ? અરે હા મોબાઈલ  માજ વાત કરું છું. ગયા મહીને કોટા માં પાંચ વિદ્યાર્થીઓએ સ્યુસાઈડ કર્યું, હમણાં સુરત માં હોશિયાર વિદ્યાર્થી એ ટીચર સાથે બોલાચાલી થતા બિલ્ડીંગ પરથી પડીને સ્યુસાઈડ કયું, પેલા અમદાવાદ ના રેડીઓ જોકી ની પત્ની એ 10 માં માળ  પરથી પડીને બે દિવસ પેલા જ સ્યુસાઈડ કર્યું, મારાજ એક જુનિયર ચંદુ એ જે કોટા મા પીડીયાટ્રીક કરતો એને ગળાફાસો ખાઈને સ્યુસાઈડ કરી લીધું , અમારા બધાના, આખી કોલેજ ના માનીતા સીનીયર આશિષભાઈ એ જે મેડીસીન માં ગોલ્ડ મેડલ ના હકદાર બનેલા ને ધાર્મિક પણ એટલા એને એકાદ બે વરસ પહેલા સ્યુસાઈડ કર્યું, આવા તો કેટલા ગણાવવા ???  જી હા આજે સ્યુસાઈડની વાત કરવી છે. આ શનિવાર ની આપડી ગોઠડી માં વાત કરવાની મજા જ અલગ હોય છે એમ લાગે કે જાણે બધાને એ બહાને બે ઘડી મળાઈ જાય છે. 
                       
                                ઘણા ખુબજ પ્રખ્યાત લોકો એ સ્યુસાઈડ કર્યા હશે, એક વિચારવા જેવી વાત છે કે એ લોકો આવું કરે છે કેમ?, આ ચંદુ ઓલ ઇન્ડિયા લેવલ ની એક્ષામ માં 1500 ની આસપાસ રેન્ક લાવી સકે , જે આખા ભારત ના એમ.બી.બી.એસ. વાળા નું સ્વપ્ન હોઈ એ મળે , પીડિયા ની સીટ મળે ને તોય સ્યુસાઈડ,
આખું ગામ જેને નાની મોટી વાત માં પૂછે , કઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરી આપે , બધાને મદદ કરવાની ટેવ એના લોહીમાં , સદાય મજબુત વાતો , ક્યારેય નબળી વાત નહિ , ગીતાજી ને કૃષ્ણ ભગવાન માં અતુટ શ્રધ્ધા , મેડીસીન માં ગોલ્ડ મેડલ , બધે વાહ વાહ એવા આશીશભાઈ એ  જયારે સ્યુસાઈડકર્યો ત્યારે અમારી કોલેજ ને હોસ્પીટલ માં કોઈ માનવા તૈયાર નહિ, કેમ?  શા માટે? આવા સવાલો ને બાજુમાં મુકીને બધા એમ પૂછતાં થઇ ગયા કે એમણે ,એમણે  સ્યુસાઈડ કર્યો ??? હોય જ નહિ... બધામાં A + ગ્રેડ આવતા વિદ્યાર્થી એ માનસિક સંતુલન ગુમાવીને બે દિવસ પેલા સ્યુસાઈડ કર્યું, 



                        થોડોક કંટાળો આવશે આજે પણ વાંચજો , ઘણા ઘણા કારણો  છે , એમાંથી મુખ્ય જોઈએ તો 
માનસિક પ્રોબ્લેમ જેવાકે ડીપ્રેસન ,બાઈપોલાર ડીસઓર્ડેર , સ્કીઝોફ્રેનિયા , બીજુ નસો જેવાકે આલ્કોહોલ , હેરોઈન ,કોકેઇન વગેરે, ત્રીજું ફેમીલી પ્રોબ્લેમ, ફાઈનાંન્સીઅલ પ્રોબ્લેમ , નબળા રીસલ્ટ ના ડર  કે નબળુ રીસલ્ટ, કોઈના દ્વારા બ્લેક મેઈલીંગ, જેહાદ , મેડીકલ પ્રોબ્લેમ જેવાકે કેન્સર , એઇડ્સ , બીજી એવી લાંબી બીમારી , ધાર્મિક માન્યતાઓ જેવી કે પહેલા સતી બનવાની હતી એવી, કોઈ ખરાબ કામ કરી નાખ્યા  ની ગિલ્ટી , કોઈ પ્રિય વ્યક્તિ નું મોત, કે બ્રેકઅપ , કોઈ અફેર્સ , ધંધા માં નુકસાની  જેવા તો પાર વગરના કારણો  છે મરવાના. 

                        સવાલ એ છે કે શું  ખરેખર જે લોકો આત્મહત્યા કરે છે ,જે કારણો થી પ્રેરાઈને કે જે પ્રોબ્લેમ ના હલ રૂપે કરે છે એનો કોઈ બીજો ઉપાય નહોતો ? કે એ ઉપાય મરવા કરતા વધારે સારો નહોતો??  સમજુ શાણા હોશિયાર કહેવાતા લોકો  પણ આવું કેમ  કરે છે.

                                    તો સમજો, ભગવાન ની બનાવેલી આ દુનિયામાં દરેક માણસ પોતાને હોશિયાર સમજે છે એમાંથી ઘણા ને દુનિયા પણ હોશિયાર સમજે છે ,પરંતુ આ જીવન છે એ કઈ શેડ્યુલ માં ના માને , એમાં તો ખુશી ગમ પ્રેમ વિરહ બ્રેકઅપ લગ્ન તલાક મેળાપ નફો નુકસાન ,આબરૂ વધે એવા કામ।, ને આબરૂ ની પથારી ફરી જાય એવા કામ બધુજ આવે છે , માણસ ને આ બધું એના મનમાં આવે એમ કરવું છે એને કોઈ દિવસ દુખ જોતું જ નથી ,એને નફો જ જોઈએ છે , એને હમેશા ઉંચી ઉંચી આશાઓ ના પોટલા બાંધી રાખ્યા તે છોડવા જ નથી , બધે acceptance  જ જોઈએ છે ,rejection સહન કરવું જ નથી. મન નું ધાર્યું ના થાય કે તરત આવે ટેન્સન માં, ને ઘણી વાત   હોઈ કોઈને ના જે કોઈને ના કહી સકાય એવી (હકીકત માં એવું કઈ હોતુજ નથી) એમ વિચારીને ,,,
બીજું ઘણા નશા ને ખરાબ વ્યાસન ના આદતી બની ગયા હોય છે એને છોડી સકતા નથી ,
ઘણા ને કૈક એવી બીમારી પકડાય ને હવે તો પૂરું , આમાં તો કેમ જીવસુ , ને મારેતો હજી આ સ્વપ્ન પુરા કરવા તા (આશા ના પોટલાઓ)...ડરી જાય, વિચારો ના વંટોળ માં ઘુસી જાય...
બ્રેકઅપ થાય તો હવે એના વગર કેમ જીવીશ ? આટલા પૈસા રોકેલા એ ડૂબી ગયા  હવે સાવ રસ્તા પર આવી જશું , વગેરે માત્ર વિચારો ના વંટોળ,

અલ્ટીમેટલી આ બધા વિચારો નું બને એક વંટોળ , જેમાંથી  ના નીકળી શકે ,કોઈ ઉપાય જ નાં દેખાય અને છેવટે આત્મહત્યા અંતિમ ઉપાય તરીકે સ્વીકારી લે.... આ વિશીયસ સાઈકલ અથવા આ વિશીયસ સાઈકલ નો ભાગ એ કારણ ના ભાગ રૂપ બને છે.... આવું તો ઘણું છે...ઘણી બુક્સ લખાઈ છે , પ્રવચનો, શિબિરો થયા છે અને થવા પણ જોઈએ જ આત્મહત્યાને  રોકવા, આજના યુવાનો માં આ ક્રેઝ વધી રહ્યો છે , કઈ ઉપાય ના મળ્યો ને સ્યુસાઈડ, ઘણા એવું કહે કે આતો આટલો સમજુ ધાર્મિક ને એજ આવું કરે ? એટલેજ આ લેખ લખ્યો ભાઈ.. કે સમજણ ધર્મ સલાહ હોશિયારી એ બધી વાત સાચી પણ એવા માણસો ના જીવન પણ કઈ સ્મૂથ ના ચાલે એને પણ  મુશ્કેલીઓ આવે ,એ પણ ક્યારેક હતાસ થઇ જાય , પણ આવું બધાના જીવન  માં થાય ને મોટેભાગે માણસ કૈક ને કૈક ઉપાય રસ્તો વિચારી રાખે , પણ ઘણીવાર કોઈ એવી બીમારી પકડ માં આવે , કે થાય , કે એવા કોઈક કારણસર જેને કહેવાતા હોશિયાર માણસ પણ ના સંભાળી સકે , ને ખોટા વિચારો ના વંટોળ માં ફસાઈ જાય , ને આવું પગલું ભરી બેસે, પણ એવું જોવામાં આવ્યું છે કે આવો વિચાર એ, વિચારો ના વંટોળ માં ફસાયેલા , ને ફસાવાથી દિશાહીન થયેલા મગજ નો એક બહુ જ ટુકા સમય માટેનો પણ મજબુત ઈમપલ્સ હોઈ છે. એ કઈ હમેશા માટે નથી રહેતો ,પણ એવા સમય માં જો મદદ મળી રહે અથવા મદદ લેવામાં આવે તો એ રોકી શકાય છે, અર્જુન જેવો અર્જુન ગીતા માં ભગવાન ને કહે છે ને કે આ લોકો ને મારવા કરતા તો મારે ખુદ ને જ હણાઈ જવું સારું માનું છું, એક ખોટો ઈમપલ્સ આવે છે ને બધું મુકીને બેસી જાય છે ને!.પણ કૃષ્ણ હતા તો મદદ મળી, તો ભાઈ એવા તો કેટલા લોકો છે જે આત્મહત્યાનુ માંડી  વાળી કૈક કામેં લાગી ગયા ને પાછળ થી મહાન બન્યા, એનું જીવતું જાગતું ઉદાહરણ ડીઝની વોલ્ટ  , ને એવા પણ  કેટલા લોકો જીવે છે જે ઘણું ઘણું નથી છતાં કેટલું કરી ગયા, બિથોવન જીવન ના અંતિમ તબક્કા માં બહેરા થઇ ગયા  હોવા છતાં કેવું મ્યુઝીક બનાવે! જોબ્સ ને પેન્ક્રીયાટીક કેન્સર ની ખબર પડી પછી પણ એ કામ કરતો ને એક આઈ-ફોન લોન્ચ કરીને મર્યો , આ સ્ટીફન હોકિંગ ને  1963 માં રેર ડીસીઝ છે એવી ખબર પડી , ડોકટરો એ  વધીને બે વરસ જીવીસ એવું કહ્યું  ત્યારે એ 23 વરસ નોજ હતો, પણ આજે એણે ખુરસી માં બેઠા બેઠા જે શોધો કરી એ સારા સારા સાઈનટીસ્ટો પણ નથી કરી શક્યા ને, એણે ફીસીકલ ડીસએબીલીટી નું સર્ટીફીકેટ સ્વીકારવાની જ ના પાડી દીધેલી, એણે  શું ગુનો કરેલો તે એને આવો રોગ થયો ,પણ એણે હિમત નો માર્ગ લીધો , ફરિયાદો ને મરવાનો નહિ ,, પેલું મુવી છે ને " SADDA ADDA"  એમાં 6 માંથી એક સ્યુસાઈડ કરી લે છે ને  છેલ્લે જયારે બધા મળે ત્યારે પેલો કહે ને કે તુય જીવતો હોત તો કૈક ને કૈક તો કરી જ લેત...
મરવા માટે હિમત જોઈએ પણ ભાઈ જીવવા માટે તો એનાથી પણ વધારે હિમત જોઈએ હો..

અમુક રસ્તા મેં વિચાર્યા એનાથી બચવા ને બચાવવા ના... જોઈએ 

1. કઈ એવો પ્રોબ્લેમ લાગે કે જેમાં કાંઈજ હલ ના મળે તો એકલું એકલું મૂંઝાવું નહિ, દોસ્તો યારો માતાપિતા ભાઈ બહેન જેને પણ કહી શકીએ એને કહી નાખવું , ને એનો હલ શોધવો।

2. સૌથી વધારે જાત ને ચાહવી , કોઈ ના માટે કે કોઈની યાદ માં આત્મહત્યા કરીને મરી જવાથી શું મળવાનું ? ઘણી વાર ફેમીલી માજ પ્રોબ્લેમ હોય તો કોને કહેવું એવું થાય, પણ મરવું એ કઈ ઉપાય નથી.

3.ઘણા રોગ છે જેની ટ્રીટમેન્ટ પણ છે , ડીપ્રેસન ,સ્ચીઝોફ્રેનિયા જેવા માનસિક રોગો ની સારવાર છે , તો પોતાની જાત ને નીચી સમજવાને બદલે એને એક બીજા રોગો ની જેમ જ રોગ ગણીને ટ્રીટમેન્ટ લેવામાં શરમાવું નહિ, ને ડોક્ટર નો સંપર્ક કરવો।

3. કેન્સર , એઇડ્સ જેવી ઘણી બીમારી ની સામે ઘણી બધી દવાઓ ને શોધો થઇ છે , જેનાથી અમુક રોગો સાવ ભલે મટતા નથી પણ લાંબુ જીવી તો સકાય છે, લાસ્ટ સ્ટેજ માં ખબર પડે ,ઝાઝા દિવસો બાકી ના હોય તોય મારી તો નજ જવાય ને , વિચારો ના ખોટા વંટોળ માં ફસાવા ને બદલે જેટલું બાકી એટલું મોજ માં જીવીએ ને.

4. ધંધા માં નુકસાન , કે ખરાબ રીસલ્ટ ના સમયે અંતિમ પગલા ના ભરીએ , પણ એવું વિચારીએ કે આતો જીવન નો ખુબ નાનો ભાગ છે , પડ્યા છીએ તો ઉઠવા ની તાકાત પણ છે, જીવન કઈ પૂરું નથી થઇ ગયું,

5. આપડી ,સંતાનો , ને આપડા લોકોની મર્યાદાઓ સમજીએ , વધારે પડતી EXPECTATIONS ના પોટલા નો ભાર ના ઉપાડીએ , બધા ડોક્ટર ના બને, ને એ જરૂરી પણ નથી,
વારંવાર જાત ને કે કોઈને આવી  વધારે પડતી EXPECTATIONS યાદ અપાવીને હેરાન ના કરીએ,

6. ક્યારેક એવું લાગે કે હવે કોઈજ ઉપાય નથી , તો પણ આત્મહત્યા એતો ઉપાય નથીજ, કોઈ અંતિમ ઉપાય નથીજ, જાત ને થોડોક સમય આપો, મગજ ને , વિચારો ને આરામ આપો, નક્કી કૈક ને કૈક ઉપાય નીકળશે,

7. બે પાચ સારા જીગરી મિત્રો બનાવો , જેને બધી વાત કરતા ના અચકાતા હોય, ને થોડો ધાર્મિક ટચ રાખો ,

8. એક ની એક વાત ને લઈને ક્યારેય કન્ફ્યુંઝન મા ના રહો , તેના માટેના નક્કર પગલા લો ને મેટર ને  સોલ્વ કરો , જેથી ટેન્સન ઓછું થાય,

9. કોઈ પોતાના ટેન્સન કે પ્રોબ્લેમ ની વાત કરે તો એને સાવ   હળવી રીતે ના લ્યો, મરતો માણસ હમેશા દસ્તક તો આપે જ છે એને સાંભળો , 

10. ટેન્સન કે તનાવ માં હોય ત્યારે એકલા ના રહો કે વિચાર્યા ના કરો,  
કોઈ નજીક ના ને કહેતા ડરો નહિ કે પછી એ કોઈને કહી દેશે કે આને તો આવું થયેલું તો મારી શું આબરૂ રેશે વગેરે, સમાજ ને લોકો શું કહેશે એની વધારે ચિંતા ના કરો, તમારી સાથે ખરાબ થયું હોઈ તો તમે ગુનેગાર નથી કે આત્મહત્યા કરો. ગામ ના મોઢે ગળણા ના બંધાય ,

11. લોકો ના અભિપ્રાયો ને આશા ઓ પ્રમાણે જીવવાનું બંધ કરો... તમારા પોટેન્શિયલ ને ઓળખો ને એ પ્રમાણે કરો, તમારે જે બનવું હોય એ માટે પ્રયત્નો કરો, બીજાને જે બનાવવા હોઈ એ નહિ. જયારે જાત ને નબળી માનવાના વિચારો આવે ત્યારે રસ્તે રખડતા ને તમારી પાસે જે છે એટલું ય જેને નથી મળતું એવા લોકોની બાબત માં વિચારજો, ને એવા લોકો ને યાદ કરજો જજેણે તમારી કરતા પણ બદતર પરિસ્થિતિ માં અજોડ કર્યો કાર્ય હશે, પગ વગર ની છોકરી તરવાનું સીખે ને એ પણ અઠવાડિયામાં। .ભાઈ ભાઈ..

12.જેવા છો એવા બની રહેવાનો પ્રયત્ન કરો, ખોટો દેખાડો ના કરો. 
જૂતા સીવતો મોચી પણ ખુશ રહી સકે ને વુડલેન્ડ નો માલિક પણ નાખુશ હોઈ સકે , પૈસા ને બ્રાંડ જેટલા હોઈ ,જેટલા ની સગવડ હોઈ, એમાં ખુસ રહેવાનું , ખાઈ પી ને મોજ કરવાની। ...

13. નાની નાની વાત માં વધારે ચિંતા ના કરો।  રેલેક્ષેશન નો સમય આપો. શોખ વિકસાવો જેમકે સંગીત માં કોઈ instrument સીખો, કોઈ રમત, તરવાનો , ફરવાનો વગેરે.જેનાથી મન હળવું બને. દિવસ માં એક ટાઇમ આખું ફેમીલી સાથે જમો.

14. રીજેકશન ને ના ગમતું પણ સહન કરવાની આદત પાડો,

15. લાસ્ટ બટ નોટ લીસ્ટ કામ તો ક્યારેય કોઈનું પૂરું નથી થયું ને થશે પણ નહિ એટલે એનું ટેન્શન લેવાનો મતલબ નહિ, જેટલું થાય એટલી ટ્રાય કરીએ , પણ ચિંતા નહિ બકા।  

 ને બીજા ઘણા છે પણ યાદ આવ્યા એટલા લખ્યા,......

સ્વામીનારાયણ ભગવાને શિક્ષાપત્રી માં કીધું કે આત્મઘાત તો કોઈ રીતે નજ કરવો, કુરાન માં પણ આત્મહત્યા ને પાપ ગણાવેલું છે. જિંદગી બહુ સિમ્પલ છે ભૂરા ,વિચારી વિચારી ને કોમ્પલીકેટ નહિ બનાવવાની।

બને કે કાલે કોઈ પ્રોબ્લેમ આવે ને મને પણ ડીપ્રેસન આવે કે આવા વિચારો આવે, એતો મન છે  તો વિચારો તો આવે નવાઈ નહિ ,પણ માતાપિતા ભાઈ બહેન ને બકા તમારા જેવા મિત્રો સુ કામના ? એતો  જીવતું જાગતું ટોનિક છે. 


સંદેશ ની એક પુર્તિ  માં એક વાર આવેલું કે। .. છે લાખ ઝંઝાવાત માં પણ જીવવાની મઝા મઝા , ભવ્ય હોઈ અરમાન તો તકલીફ જેવું કઈ નથી,...

બોવ બુદ્ધિ પણ ના સારી બકા , રેઢી મૂકી દેવી કોઈ કોઈ દિવસ જિંદગી ને , એ રસ્તા શોધી લેશે, ચાર્લી ચેપ્લીન પ્રભુ કહેતા કે મારા જીવન માં ઘણા પ્રોબ્લેમ છે પણ હું ક્યારેય મારા હોઠો ને આ વાત નહિ કરતો એ સદા હસતા જ રહે છે..કૈક સીખવા માટે જીવ્સું તો જીવતા તો સીખી જ જઈશું। 

હમણાં વ્હોટસપ માં વાત કરતા કરતા એક ફ્રેન્ડ ને પૂછેલું કે સૌથી બેસ્ટ આર્ટ  કઈ ? ને જવાબ એકદમ સાચો મળેલો કે... જિંદગી મોજ થી જીવવાની,. એ ફ્રેન્ડ ને આપડા સલામ હો ભાઈ...

જેટલું થાય એટલું કરીએ ને થોડાથોડા આગળ વધીએ।..

ચાલો ત્યારે આબરૂ તો સાચવી લીધી હો , આજે મેચ જીતી ગયા , ને ના જીતીએ તોય સુ? ફરીને પાછા, કીધુને ટેન્સન નહિ લેવાનું બકા,  દાડમ ને સંતરા સસ્તા છે હો ,ખાજો,(પાલક ભાવે તો એ પણ હા)..

ચાલો ત્યારે જાલિમ ના જેસી કૃષ્ણ, આવતા શનિવારે મળીએ.,

હું ચાલ્યો મન્ના ડે સાહેબ નું ગાયેલું આનંદ મુવી નું સોંગ સાંભળતા સાંભળતા --- યે જિંદગી કેસી હે પહેલી હાયે , કભી તો હસાયે ,કભી તો રુલાયે, લાલ્લા લા લા લા લા લા લા લા લ્લા , હમમમ હા હા હા હા હા હા હા હા હમમમ। ...

આ જુઓ થોડાક MYTHS AND FACTS આત્મહત્યા વિશે।...

તમારા આત્મહત્યા રોકવા કે એના વિશે ના વિચારો શેર કરો કોમેન્ટ માં,....


























You Might Also Like

1 comments