કેમ ? શા માટે ? WHY WHY?

11:57 AM

   અંકિત કાકડિયા ઉવાચ કે અલા આ આર્ટીકલ તું લખે છે શા માટે ? તો મેં કીધું કેમ એના ઉપર જ આર્ટીકલ લખીએ , શા માટે? આ પ્રશ્ન ખરેખર તો કોઈપણ કાર્ય ની શરૂઆત કરતા પહેલા મન ને અને હદય ને વિવેકી બનાવીને પૂછી જવો જોઈએ , કારણ કે હેતુ વગર નું કાર્ય નિરર્થક છે , પેલું ક્યાંક વાંચેલું ને કે જાગીને કઈ ધ્યેય જ નાં નક્કી હોય તો પાછા સુઈ જાવ ,
             
                  પણ આતો અંકિતે પૂછી જ લીધું તો હવે જાહેર માં જ કઈ દવ, આમ પણ આ શનિવાર ની આપડી મુલાકાત ઘર ઘર ના માણસો વચ્ચે જ હોય છે, નાની છોકરી ને એના મમ્મી શીખવાડે કે જો બેટા દૂધવાળો દૂધ દઈ જાય પછી એને ગરમ કરીને રાખવું પડે નહીતર બગડી જાય, તો ઘણી વાર જયારે આ જવાબદારી જયારે પેલી નાનકડી છોકરીને આપવામાં આવે ત્યારે ભૂલી પણ જવાય ને દૂધ બગડી પણ જાય , ને  એમ કરતા કરતા કૈક ટેવ  જ એવી પડી જાય ને કે પછી તો દૂધ આવે એટલે સીધું એ ગરમ થવા મુકાઈ જ જાય, પેલા ગામડામાં બળદ ને ભેસ ને એને ખેતર થી છોડો એટલે એ જાતેજ ઘરે આવતી રે એને રસ્તો બતાવવો ના પડે , પેલા માવા ને પાન ખાતા હોય એને તમે ગમે એટલી વાતો કરાવો પણ જ્યાં એની માવાની દુકાન આવે  એટલે ગાડી ને બ્રેક લાગી જ જાય, કહેવાનો મતલબ કે ટેવો પાડવી  પડે છે પછી એ ટેવો સારી હોય કે ખરાબ , સારી હોય તો એને પડ્યા પછી એ તમને તારે નહીતો પછી ટેવ માણસ  ને પાડે ,

દૂધ ને ગરમ ના કરો તો બગડી તો જાય જ , એને કઈ બગાડવું ના પડે , એમ સારું નકારો તો ખરાબ તો કૈક આવેજ , વાંચો નહિ તો ભૂલવાનું તો ચાલુ જ રે એ કઈ રોકી નાજાય , મોહ્હામદ માંકડ સાહેબ કહેતા કે ચાંદો વધે ની તો કઈ એમનામ ના રહે એ ઘટે જ , કા તો વધે, એમ ભાઈ જીવન માં પણ એવું જ છે,

              સાલું દિવસ ના અંતે જયારે સુવાનો સમય આવે ને હિસાબ માંગીએ ત્યારે ખબર પડે કે કેટકેટલું નક્કી તો કરીએ છીએ પણ જિંદગી તો વહેતી જ જાય છે , એમાં રોકાણ ના આવે,  ને દીવસો મહિનાઓ ને વરસો એમનામ જ જતા રહે છે,

              વાત નંબર બે ,   દરરોજ સવારે જાગીને બ્રશ કરીએ , નાહીએ, વગેરે બધી દૈનિક ક્રિયાઓ કરીએ , એટલીસ્ટ મોઢું તો ધોઈ એ , કઈ ની તો ડીઓ લગાડીને કામ ચલાવી લઈએ , કેમ? આખી રાત સુતા હોય એનો પરસેવો , મોઢામાં ભેગી થયેલી દુર્ગંધ વગેરે ને દુર કરવા સફાઈ કરવા , એટલે એવું નકારીએ તો જાત જાતના ચામડી ને દાત ને વગેરે રોગો થાય , પરંતુ એનેજ કેમ દરરોજ ? સમજવા જેવી વાત છે , કારણ કે એનું એક્ષપોઝર દરરોજ થાય છે , બહાર થી આવીને લોકો દિવસ માં બે ત્રણ વખત મો  હાથ પગ ધોવે, કારણ કે એનું એક્ષપોઝર દર વખતે થાય છે ,


                બસ આ બે જ વાત

                   પેલી તો દૂધ ગરમ કરવા વાળી વાત ને બીજી દરરોજ કરવા વાળી વાત.

સમજી ગયા કે ? એવું જ મન નું પણ છે , દરરોજ કેટકેટલા નેગેટીવ પોઝીટીવ વિચારો , નકામી પંચાતો, લોકોના દુર્ગુણો ની વાતો,  કેટલા પ્રકાર ના ડર , નિરાશાઓ , એવી  તો કેટકેટલી ધૂળ મન ઉપર ચડાવીએ છીએ , તો એને કેમ નહિ નવરાવતા ? હમમ ? એમાં પણ જો ચકાસી ચકાસી ને કચરો દુર કરવામાં ના આવે તો ચાંદો ઘટવાનો તો ચાલુ જ છે, દૂધ બગડવાનું તો ચાલુ જ છે।, ચકાસી ને નિરાશા દુર ના કરો તો ભેગી થઈને ડીપ્રેશન બને, ક્રોધ ચીડિયાપણ વાળા સ્વભાવ ને જન્મ આપે, એમ નફરત ગમતી વ્યક્તિ માં અવગુણ જ જોવરાવે , અહંકાર વર્ષો થી સાથે રહેતા ને અલગ કરાવે, ભાઈ દૂધ બગડ્વું એ પણ એક ક્રિયા છે એ આથવણ ની ક્રિયા છે , તેને ગરમ કરીને રોકી શકાય છે ,

               ચિત્રકાર "પોતાના" ચિત્ર ને "વારંવાર"  "સહેજ દુર ખસીને " બરાબર છે કે નહિ તે ચકાસી લે છે. આ સમજવા જેવી વાત છે।  પોતાના ચિત્ર ને જોવાની વાત છે. બીજાના નહિ, વારંવાર જોવાની વાત છે , સહેજ દુર ખસીને , તોજ પોતે પોતાના ચિત્ર માં પૂરેલા રંગો વિશે સારી ખરાબ વસ્તુઓ ખબર પડે। સમજ્યા?

               તેમ બદલાવ તો નિયમિત આવવાનો જ છે સારો કે ખરાબ , બસ ટુક માં કહું તો ફર્ક એટલો જ કે સારો બદલાવ લાવવા મહેનત કરવી પડે, જાત ને ટુક સમય ની જધમારી માં હોમવી પડે, મન ને દિવસ માં એકાદ વાર નવડાવી લેવું પડે , ઘસી ઘસી ને દરરોજ ના નાંહિ શકીએ તો પાણી તો રેડી જ શકીએ , એવી રીતે સ્કેન કરવાની ટેવ પાડશું તો પછી એક સમય આવશે કે દૂધ ગરમ આપોઆપ મૂકાઈ જ જશે , સ્કેન થઇ જ જશે , નેગેટીવ વાતો મન લેશે જ નહિ, નિરાશા આવવા જ નહિ દે, ને સારા દૂધ માંથી જેમ પનીર માખણ માવો પેંડા બધું બને એમ સારા મન ને વિચારો શું ના કરી શકે ?


               વધારે લાંબો પણ આ જ છે અંકિતભાઈ તમારો જવાબ ,


ઉનાળો એની પવિત્ર ગરમી પાથરવા માંડ્યો છે , ને આ એ.સી. નો ખર્ચો ખીચા નો ભાર વધારીને નવા ફાઈનાંનન્શિઅલ વર્ષ માં એલ.આઈ.સી ને મ્યુચ્યુઅલ ફંડ માં રોકવા રાખેલા પૈસા માં ભાગ પડાવે છે.
સૂર્યની આગ ભલે સીધી ના દઝાડે પણ બધા ઓરડાઓ ગરમ રહેવા માંડ્યા છે, જરાક કામ કરતા વળતો પરસેવો એનું પ્રૂફ છે, બકા આપડી અંદર પણ આવી આગ હોવી જોઈએ હો જે બહાર દેખાય નહિ પણ અસર દેખાડે , ને સાથે સાથે એક ઠંડા છાયડા જેવી કૂલનેસ પણ ખરી, ને એ વારંવાર દૂધ ગરમ કરવાની પ્રેક્ટીસ વગર તો ના આવે। ..
           
                 એક એક દિવસ મહત્વનો છે, જોયું ને બાંગ્લાદેશ ને એકજ રન થી હરાવેલુ, કીમત છે ભાઈ એક રન ની પણ , એટલે અવસર બરફ જેવો હોય ,વધારે વિચારો તો પીગળી જાય..બરફ તો બરફ એનો ગોલો અલગ અલગ ગમતા કલર નાખીને ખાઈ લેવો , આટલું ભણ્યા પછી જાત ને વાંચવામાં અભણતા કેમ રાખવી પોસાય ??  સોનેરી કાલ ક્યારેય નહિ આવે , એને લાવવી પડે છે મનવા। ..


                    બાકી તો લખેલા સબ્દો ની કીમત કેટલી? વાંચનાર ની સમજણ જેટલી। .. કેવાય છે ને કે ઘણા ના સમજે તો શબ્દોય ના સમજે, ને ઘણા સ્માઈલી પણ સમજી જાય છે , આતો જિંદગી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ છે...જાત ને એક્ષ્પ્લોર કરવાની વાત છે। ...

                   એક દીવો જાગૃતિ નો સતત બળતો રહે એ ધ્યેય છે ને એ માટે હું લખું છું, ને લખતો રહીશ, તમે બધા સાથ આપશો તો સફર વધારે સુખદ બનશે,,,,,

                    ચાલો તારે ,,,,જાલિમ ના જેસી કૃષ્ણ। ....

                   આવતા શ નિવારે મળવાના વાયદા સાથે। ...

                 લાઈફ ઇન મેટ્રોનું પેલું સોંગ મસ્ત છે નઈ ? ઇન દિનો , દિલ મેરા, મુજસે હે, કહ રહા , તું... જીલે જરા। ...............................................................................એ આવજો , કેરી ની ખબર નહિ , પણ તરબૂચ, ટેટી ને દ્રાક્ષ મસ્ત આવવા માંડ્યા છે ,લઇ આવજો,, દ્રાક્ષ અમારે 50 60 ની કિલો। ....તમારે ?  



                                              આપણે  તો દિવાળી બારેમાસ


આપણે  તો દિવાળી બારેમાસ, આપણે  તો દિવાળી બારેમાસ,
તમે જો હોય આસપાસ તો ,આપણે  તો દિવાળી બારેમાસ,

જીવન છે ભાઈ , નાનું છે ભાઈ, જીવી લેવું મોજ થી
મારું તો આટલું જીવન ગયું , આતમ ની ખોજ થી
    ના જોઈએ પૈસા કીર્તિ ફોગટ ની મારે,
   આપણે  તો જોઈએ બધાના હદય માં આપણો  નિવાસ
   તમે જો હોય આસપાસ તો ,આપણે  તો દિવાળી બારેમાસ,

જીવન છે ભાઈ , એક જ છે ભાઈ , સુખ દુખ તો આવે
મધુરું હાસ્ય અને કરુણ ગાન પણ રેલાવે
     હસાવે , રડાવે, અને ઘણી વાર કરાવે અન્તર ની અંદર ના પ્રવાસ
     તમે જો હોય આસપાસ તો ,આપણે  તો દિવાળી બારેમાસ,

જો ભાઈ માણસ તારી જેવો હું પણ , નથી કોઈ પૂરું
માણસ ખરા ને આપડે હે! , કૈક તો બંને માં અધૂરું
    એ જો નાની નાની વાત માં વિચારી ને ટુકું , ના લાવવો અવિશ્વાસ
    તમે જો હોય આસપાસ તો ,આપણે  તો દિવાળી બારેમાસ,

નાનકડી આપડી દુનિયા ને કેવડું આપડું ગજું ?
કરો બધા વેર ભૂલી બે ઘડીની  જીંદગીમાં માત્ર ને માત્ર મોજું
    આજે કોઈ છે કાલે ના પણ હોઈ
   આ નદી જેવું જીવન એમાં રહેવું ના ક્યારેય પણ ઉદાસ
  તમે જો હોય આસપાસ તો ,આપણે  તો દિવાળી બારેમાસ,

"તેજસ" મારી પાસે નથી માત્ર એક જ વસ્તુ
કહેવાતી પ્યોર દુનીયાગીરી ની રીત
    નથી મારી પાસે પેલી સાવ ખોટી જલેબી ચાસણી  સહીત
     અહીયાતો કડવું હિતકારક કરેલું ને છે એની પ્યોર કડવાશ

એક મજબૂતી પણ તમે , એક નબળાઈ પણ
       તમે જ અમારા પલ્સ બીપી ને શ્વાસોશ્વાસ
       તમે જો હોય આસપાસ ને  તો  હે ,આપણે  તો દિવાળી બારેમાસ,

  

You Might Also Like

0 comments