GIFTED HANDS OF.........

12:43 AM

Gifted hands.....of......

વાર્તા રે વાર્તા , ભાભો ઢોર ચારતા , એક છોકરો ખીજાણો , પછી ખુબ  એ પછતાણો , ... કાલે સવાર માં wats up માં ભરત ઝાલાવાડિયા નો મેસેજ આવ્યો કે તેજસભાઈ શનિવાર થઇ ગયો, આર્ટીકલ મુકો, કોઈ આવી રીતે રાહ જોતું હોય એનાથી વધુ ખુશી મારા માટે શું હોય?

આ પેલો ખીજાયેલ છોકરો જન્મેલ અમેરિકા ના એક ગામમાં, ગામ નું નામ ડેટ્રોઇત ,વાત છે 1951 ના સપ્ટેમ્બર માસ ની, એના મમ્મી ને એના પપ્પા એ દગો આપેલ , એક ફેમીલી હોવા છતાં બીજા લગ્ન કર્યા , આ ખબર પડતા તે અલગ થઇ , ને બંને છોકરાઓ તેની સાથે જ રહ્યા , માતા અભણ પણ ગણેલી પૂરી, ગરીબી તો ઉપરથી એક ગીફ્ટ હતી , ઘરકામ કરે ને નાના મોટા કામ કરી કરીને માંડ પૂરું કરે , પણ છોકરાઓ ને ભણાવવા છે એવો મક્કમ નિર્ધાર હો, એમાં તેણે એક પ્રોફેસર ને  ત્યાં લાઈબ્રેરી સાફસુફ  કરવાની
 નોકરી લીધી , ત્યાં તે પ્રોફેસર પાસેથી કૈક ને કૈક શીખતી , એમ કરતા કરતા ખબર પડી કે આ આવડી મોટી લાઈબ્રેરી માંથી કેટલાય પુસ્તકો વાંચીને આ આવડા નામાંકિત બન્યા છે, બીજા જ દિવસે બંને છોકરા ઓ ને એક બીજી લાઈબ્રેરી જોઈન કરાવી ને દર અઠવાડીયે બે બૂક વાંચવાની ને બે નવી હોબી વિકસાવવાની , તે સમય માં ટીવી માં કોન બનેગા કરોડપતિ જેવો એક ક્વીઝ શો આવતો, બંને ભાઈ ઓ તે જોતા અને એના રીલેટેડ બૂક લાઈબ્રેરી માં જઈને વાંચી આવતા,આર્ટસ, હિસ્ટ્રી , જીઓગ્રાફી , મુઝીક ,વગેરે।  આમ કરતા કરતા ઘણું સીખી ગયા , પણ આ છોકરો જરા ખીજકાળ , એક વાર તો એના મમ્મી ને હથોડો લઈને મારવા દોડેલો, ..હાઈસ્કુલ માં આવતા સંગત બગડી ને થોડા ઉંધે રવાડે ચડી ગયેલો , પણ એક દિવસ એ રેડીઓ માં વિવાલ્ડી નું મુઝીક સંભાળતો હશે ને તેના પેલા મિત્ર એ આવીને ચેનલ બદલી નાખી કે આ શું બકવાસ સાંભળે છે? એમ બે ત્રણ વાર થયું એટલે પેલાને ગુસ્સો આવ્યો ને પાસે રહેલી નાઇફ તેના પેટ માં મારી દીધી ,કીધું ને ગુસ્સો જબરો પણ એનો , પણ નસીબ સારા કે પેલા ના બેલ્ટ માં લાગી ને નાઇફ ની અણી તૂટી ગઈ ને તે બચી ગયો, પણ આ ભાઈ એવા ડરી ગયા કે તરત જ ઘરે જઈને બાઈબલ પકડી ને સુઈ ગયો, ને નક્કી કર્યું કે આ બધા ધંધા બંધ.. દરોજ પ્રાર્થના કરતો થઇ ગયો , ગુસ્સો કંટ્રોલ કરવા કહેવતો ને એવું ઘણું વાંચ્યું , વાર્તા લાંબી છે , પણ ફટાફટ કહું છું જતા નહિ  કે કંટાળતા નહિ,  મેડીકલ સ્કુલ માં એડમિસન થયું , ત્યારે સ્કોલરશીપ જાળવી રાખવા એ ગ્રેડ માં આવવું જરૂરી હતું, ઘણી વાર હિમત હાર્યો , પણ એના મમ્મી ના હાર્યા , હમેશા એ કહેતા
" you can do what everyone else is doing, but you can do better than them"  તેની ગર્લ-ફ્રેન્ડ જેની સાથે પછી લગ્ન થયા એ પણ આર્ટસ ની સ્ટુડન્ટ હોવા છતાં એને ભણાવતી, ને એમ કરતા કરતા એને ન્યુરો-સર્જરી માં એડમિશન લીધું , તે જયારે રેસીડેંસી કરતો ત્યારે બધા કન્સલટંટ કૈક કોન્ફરન્સ માં ગયેલા ને એક મગજ માં બ્લીડીંગ નું પેસન્ટ આવ્યું, તો રિસ્ક લઈને જાતે લોબેક્ટોમી કરી, એટલે કે મગજ નો એક હિસ્સો કાઢી નાખવાનું  ઓપરેશન, આવીને સરે એની ચેમ્બર માં બોલાવીને કીધું , કે તે હોસ્પિટલ ની આબરૂ , તારી ને અમારી આબરૂ , તારું કેરીઅર બધું કેટલું રિસ્ક માં મુક્યું ? પણ તે જે કર્યું એ બેસ્ટ કર્યું, બસ પછીતો શું કહેવું ,,
જોન હોપકિન્સ હોસ્પિટલ માં ચાઈલ્ડ   ન્યુરો સર્જરી માં હેડ બન્યો એ પણ નાની ઉમર માં , ત્યારે નાના છોકરાઓ માં વારંવાર આવતા સીઝર એટલે કે દોરાઓ નો કોઈ સારો ઈલાજ નહોતો , તેણે
 હેમી -સ્ફેરેક્ટોમી  કરીને દુનિયાને અચંબામાં મૂકી , અડધું મગજ કાઢી નાખવા છતાં બાળક નોર્મલ , ને જે બાજુ માં વધારે ઈલેક્ટ્રીક એકટીવિટી થતી તે ભાગ ને કાઢ્યા પછી એ સીઝર પણ બંધ ,જાણે નવી જિંદગી , એ પછી તો એણે ઘણા સોપાનો સર કર્યા , તેમાં એક મહત્વનું હતું ક્રેનીઓ-ફેગસ એટલે કે મગજ થી જોડાયેલા બે બાળકો ને અલગ કરવાનું ઓપરેસન , 70 થી 100 ડોકટરો ની ટીમ સાથે કેટલી વાર રિહર્સલ કર્યા પછી પણ એક ઇસ્યુ હતો કે બ્લીડીંગ કંટ્રોલ કેમ કરવું, એનો જવાબ મળ્યો ,પછી પાછા રિહર્સલ , કાર્ડીઓ , ન્યુરો, પ્લાસ્ટિક, એનેસ્થેસિયા એમ મળીને 100 એક ડોકટરો ની ટીમેં આ ભૂરા ના ગાઈડેન્સ માં દુનિયાનું પહેલું ક્રેનીઓ-ફેગસ ટ્વીન્સ ને અલગ કરવાનું ને એ પણ જીવતા ઓપરેશન પર પાડ્યું, એના કલીગે કીધું કે " આ ઓપરેશન પછી એની ખ્યાતી ઓપરેશન થીએટર ની બહાર એટલે સુધી ફેલાણી કે એની કોઈ સીમા નહોતી.." પછી તો એને એવા બીજા ઓપરેશન પણ કર્યા  એક બે માં બંને ટ્વીન્સ   ના ડેથ પણ થયા પણ આ હિમત ના હાર્યો,  રિસ્ક લીધા, આ બધા   બીઝી શેડ્યુલ વચ્ચે પણ લાઈબ્રેરી માં વાંચવાનું તો ચાલુજ, motivational  speaker બન્યા , એક વાર આ ક્રેનીઓફેગસ ની સર્જરી ની પહેલા એ પેશંટ ના પેરેન્ટસ એ પૂછેલું કે તમે ભગવાન માં માનો કે પ્રાર્થના કરો? તો તેણે  જવાબ આપેલો કે હા દરોજ કરું છું, મને મારા થ્રી ડાઈમેન્સન ના નોલેજ ને મારા હેન્ડ આઈ કોર્ડીનેશન જોતા એવું લાગે છે કે મારા હાથ ભગવાન દ્વારા gifted છે. એને ઘણા પુસ્તકો લખ્યા એમાંથી 6 7  તો બેસ્ટ સેલર થયા। . gifted hands , think  big  , big  picture , you  have a brain, america the beutiful , take the risk, , , ને એવાર્ડ પણ એટલાજ મળ્યા, વ્હાઈટ  હાઉસે એને "president meddle for freedom" આપેલો,  અને એના જીવન પર મુવી પણ બની. આ એજ ભૂરો જેણે  ઓબામાં ની હાજરી માં , એવાર્ડ મળ્યો ત્યારે કીધેલું , કે ઓબામાં સરકાર ની બધી પોલીસી સફળ નથી , ને કેટલીક તો  સાવ  બકવાસ છે , આ બાબત ઉપર ચર્ચા થવી જોઈએ એટલી હિમત હતી આ ભૂરાની ,  ટેક્ષ સીસ્ટમ , અર્થ વ્યવસ્થા , સાઈકોલોજી ને એવા તો ઘણા વિષયો પર અગત્યના સૂચનો આપ્યા, 2013 માં જાતેજ રીટાયર થયા ને તરત જ વોશીન્ગ્ટન ટાઈમ્સ ને ફોક્ષ ન્યુઝ જેવા પ્રસિદ્ધ ફર્મ એ વીકલી ઓપિનિયન આપવા માટે સાઈન કર્યા , તેણે  અને તેની પત્ની એ મળીને સ્કોલર શીપ ફંડ ની સ્થાપના કરી, ને ભણવામાં હોશિયાર સ્ટુડન્ટ માટે સ્કોલરશીપ સરૂ કરી જેમાં પાછળ થી ઘણી સંસ્થાઓ જોડાઈ।. આ એજ ભૂરો જેને અમેરિકાની રીપબ્લીકન પાર્ટી એ 2016 ના ઈલેક્સન માટે પ્રેસિડેન્ટ ના કેન્ડીડેડ ના રૂપ માં જાહેર કર્યા , અને કદાચ એ next પ્રેસિડેન્ટ બને પણ ખરા। . આ બીજું કોઈ ની પણ બેન્જામીન સોલોમન કાર્સન , જેને બેન કાર્સન ના નામથી લોકો ઓળખે છે। ..અને મુવી નું નામ પણ એજ છે। ." ગિફ્ટેડ હેન્ડ્સ ઓફ બેન કાર્સન ".

મજા આવીને। ..પણ આવાતો કેટલાય બેન કાર્સન આપડી વચ્ચે છે ને। .. આપડે જયારે શીતળા માતા ને દોરા  ધાગાઓ ચડાવીને પૂજતા ત્યારે પેલો એડવર્ડ જેનર કાઉ-પોક્ષ ના વાઇરસ નું છોકરાઓ માં ઇનોક્યુંલેસન કરતો ને  અંતે જે થયું એ નજર સામે છે ને , આખી દુનિયામાંથી સિતળા નાબુદ થયો , જીમી કાર્ટર ખેતર માં મમ્મી સાથે માંડવી વીણતા વીણતા કહે કે મારે પણ પ્રેસિડેન્ટ બનવું , હું ના બની સકું? ત્યારે મમ્મી કેતી બેટા 100 ટકા બની સકે , ને બન્યો , એક સુથારે બનાવેલા પગ ને મોડીફાય કરવાનો આઈડિયા લડાવનાર પી.કે.સેઠી  સાહેબ ને કોણ નથી ઓળખતું , જયપુર ફૂટ નું નિર્માણ થયું , સાવ સરળ ને સસ્તો ઉપાય મળ્યો , લાખો પગ કપાયેલા આજે ખુશ છે એ વાપરીને , ખેતર માં કામ કરે છે , મજુરી કરે છે , ને તૂટે તો નવો બનાવી લે છે , આ ત્રિવેદી સાહેબ ને ઓળખો ને? , કીડની ના  નિષ્ણાત બનીને અમેરિકા અને કેનેડા  માં રહ્યા , એક વાર ભારત આવ્યા ત્યારે જોયું કે મારી જરૂર ત્યાં નહિ અહિયાં છે ,બસ પછીતો અમદાવાદ માં સિવિલ હોસ્પિટલ ને અડોઅડ આવેલ કીડની ઇન્સ્ટીટ્યુટ ની સ્થાપના થઇ ને કેટલા લાખો ની સેવા થઇ , પોતે ટ્રોલી ઉઠાવી , નાનામાં નાનું કામ કર્યું , જે કઈ કમાણા એ બધું જ ઇન્સ્ટીટ્યુટ ના વિકાસ માં લગાડ્યું, પદમશ્રી ના હકદાર બન્યા  ડોક્ટર બદ્રીનાથ ને કેમ ભૂલવા? , 1974 માં એના ગુરુ જગદગુરુ શ્રી સરસ્વતી સ્વામી જે 68 માં પીઠાધિપતિ હતા કાંચી કામાંકોટી મઠ  એ કોઈક ઉત્સવ દરમિયાન કીધું કે ભારત માં સારા ડોક્ટરો ની ખુબ જરૂર છે , બધું છોડીને વિદેશ થી આવતા રહ્યા ને ગુરુ નાં આદેશ મુજબ શંકર નેત્રાલયા ની સ્થાપના કરી ,આજે કેટલી બધી સેવા કરે છે એ હોસ્પિટલ ,કેટલી બ્રાન્ચો છે એની , કેટલી તો મોબાઈલ વાન ફરે છે ગામડાઓ માં , ને બધું મફત માં, જીવન સમર્પિત સેવામાં,આજે એ ભારત ની સૌથી મોટી સેવાભાવી સંસ્થા છે।  અમારે એક સગામાં કાળુંકાકા ને એમના મમ્મી એટલે મારા પાપા ના માસીએ ઘરેણા વેચીને mbbs કરાવેલું, ત્યારે ફી ભરવાનાય પૈસા નહી  ,આજે ધારી તાલુકા માં ડો. કે.એલ.પડસાળા ને રતન બા હોસ્પિટલ નું નામ અલગ છે.. પેલા આઈ.કે. વીજળીવાળા સાહેબ ને તો ઓળખ્તાજ હસો , બીજે મેડીકલ કોલેજ મા એડમિસન પણ ફી ના પૈસા ના મળે , તો લેવા ગામ ગામ ફરેલા એના પપ્પા સાથે, એની " સાઈલેન્સ પ્લીઝ " બૂક ખુબજ સરસ છે વાંચજો, એડીસને વીજળી ના બલ્બ ની શોધ કરી , વિચારો અંધારા માંથી અજવાળું ,

કેટલી મહાન શોધો, આવીતો હજારો શોધ છે જેણે માનવજાત ની સીમાઓ બદલી નાખી , પોલીયો ની રસી , ને લીવર ,હાર્ટ , ટ્રાન્સપ્લાંટ ને , કેટકેટલી શોધો.  આ બધા ને સંત ના કહી શકીએ ? જેનર જેના કારણે  સીતળા નાબુદ થયો આટલી જિંદગી બચી એ સંત નથી? , બેન કાર્સન સંત નથી?  ઓ.આર.એસ।  જેના કારણે હજારો લોકો કોલેરા ને એવા રોગોમાં મારતા બચ્યા એ સંત નથી? એ લોકો એ કઈ પ્રખ્યાત થવા આ બધું નતુ કરેલું સાહેબ , એતો એની મોજમાં જીવતાતા , એની અંદર નો માંહ્યલો આનંદ માં રહે એવું કરતાતા , એને મોજ મા રાખતા તા ,બધાને ખુશ રાખવા એવું નતું,  માનવ જાત નો મનવો કેટલી ઉચાઈએ જઈ સકે એ એ લોકો સમજાવી શક્યા કારણ કે એણે  મનવા ની સીમાઓ બાંધીજ નહિ કે સ્વીકારી જ નહિ , ડર જેવું કૈક એણે મનમાં થી કાઢીજ નાખેલું, કોણ શુ કેસે એવું એને મનમાંય નતું,
જોજો હો ટીકીટ તો બધાની કપાયેલી છે જાવાની પણ આતો આપણને ખબર નથી ક્યારની છે એ.. તો સાહેબ મોજ કરી લ્યો ,માંહ્યલો મોજ માં જ રે એવું કૈક કરી લ્યો , ડર ને બાય બાય કહી દયો  ને દિલ માં હોય તે બોલી નાખો ,કરી નાખો , ને સ્વપ્ન ને શોખ માટે જીવન ને ખર્ચી નાખો ભાઈ , ખર્ચી નાખો , ટીકીટ મળ્યા પછી આ બધું કરવાનો સમય ના મળે હો... વઝીર મુવી માં પેલો ડાઈલોગ છેને કે ઉપરવાલા પૂછેગા કી મેને ઇતની જિંદગી દી , તુને ક્યાં ઉખાડા ? જવાબ આપવાનો છે હો, ને એ પણ કોલર ઊંચા કરીને ,ભાઈ ભાઈ,.
વડોદરા માં કરેલી બાગ ના સ્વામીનારાયણ મંદિરે મોટા અક્ષરો માં લખયુ છે કે સદા આનંદ માં રહો.આપડી અંદર પણ એક બેન કાર્સન , એક જેનર , એક એડીસન છુપાયેલો છે. એ બધા એના ફિલ્ડ ના સચિન જ છે ભાઈ,..મારા તરફ થી તો આ બધા સંતો ને મિર્ચી ના 5 માંથી 5 સ્ટાર હો...હું નહિ પેલો ઉપરવાળો કહેતો હશે આવું, સૌથી મોટો બોસ તો એજ ને, માંહ્યલો ને એ હેપી હેપી રે એવું કરો એટલે જીવન સફળ હો...

બાકી પતંગ તો ચગાવી ને ચીકી પણ ખાધી ને હાથ માં દોરા  ના છાલા પણ પડ્યા,  જતા જતા એક રીક્વેસ્ટ કે બેન કાર્સન નું પેલું મુવી જોઈ લેજો ને વીજળીવાળા સાહેબ ની બૂક વાંચજો,.  ટાઈમ મળે ત્યારે નહિ હો ટાઈમ કાઢીને ભાઈ.....

અમારે રાજકોટ ના એક પ્રખ્યાત ગઝલકાર અમૃત ઘાયલ સાહેબ કહેતા કે

   " વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં , બરાબર ભાગ લવ છું જીવન ના સૌ તમાશા માં
     સદા જીતું છું એવું કઈ નથી , હારું છું બહુ વાર પણ , નથી હું હારને પલટવા દેતો નિરાશામાં ,

વાહ વાહ્હ। ......

       અભિષેક ભાઈ નું દિલ્હી-6 જોયું કે। ...જાવેદ અલી એ મસ્ત ગાયુ છે ને। ...
જબ તેરી ગલી આયા ,સચ તભી નઝર આયા , મુજમેં હી વો ખુશ્બુ થી ,જિસે તુને મિલવાયા,
હહહ્મ્મ્મ હ્હહ્મ્મ્મ લાલાલ્લ્લાં લાલાલ્લ્લાં ,
હહહ્મ્મ્મ હ્હહ્મ્મ્મ લાલાલ્લ્લાં લાલાલ્લ્લાં


ચાલો ત્યારે જાલિમ ના જેસી કૃષ્ણ, મળીએ ત્યારે આવતા શનિવારે , ..

મોજ મા રેજો , ને ગાજર નો હલવો ક્યાંક મળે તો ખાઈ આવજો, આવજો, ( હું તો ડાયેટીંગ પર છું ઓન્લી હલવાના )... હા હાહા હા

એ gidted hands of ben carson ...ને આપણા પણ થશે સાહેબ।...


     




You Might Also Like

4 comments

  1. Special thanks to dr.sriram who told me abt dr.carson's movie and inspired to write this article...

    ReplyDelete
  2. Bhai Tejas have amare kehvu padse Gifted hands of Tejas !!!

    ReplyDelete
  3. Bhai Tejas have amare kehvu padse Gifted hands of Tejas !!!

    ReplyDelete