યુદ્ધ માં શાંતિ

6:32 AM

                                                                        યુદ્ધ માં શાંતિ 

બધા 2016 માં આવી તો ગયા ને? કોઈ હ્જુ 2015 માં તો નથી રહી ગયું ને ??

આજે સવારે ઉઠવામાં મોડું થઇ ગયું તો જલ્દી જલ્દી માં  નહાવાનુજ રહી ગયું।. અરે આજે તો એટલો થાક્યો છું કે જઈને તરત જ ઉંઘી જાઈશ, અરે આજે મિત્રો સાથે ફરવા જવુતું પણ કામ જ એટલું હતું કે નવરો જ ના થયો. વગેરે વગેરે કેટ કેટલી ચિંતાઓ આપણા મન માં દરરોજ દરરોજ હોય છે. પથારી માંથી ઉઠ્યા પેલા તો કેટલું ટેન્સન લેવાનું સ્ટાર્ટ થઇ જાય.. બાપલીયો એટલું તો વિચારવા માંડે કે હજી તો લોટો ના પકડ્યો હોય ત્યાં ppt  બતાવવાનું હોય એનું ટેન્સન હોય, આજના માણસ ને એટ એટલા ટેન્સન છે કે એ જીવવાનું જ ભૂલી ગયો છે. કોઈ એવો ધંધો કે નોકરી બાકી નથી રહી જેમાં ટેન્સન ના હોય.

લીઓ તોલ્સતોય , એ મહાન નવલકથા war and peace લખી, પણ મારે આજી peace in war  ની વાત કરવી છે. કબ્બડી ,વોલીબોલ , T T , ક્રિકેટ જેવી રમત માં જોશો તો જે ખેલાડી રમતો હોય , તેની પાસે એક આવડત હોય છે, ને તે આવડત હોય છે આવનારા પોતાની તરફ ના બોલ ને ,તેના પથ ને , ઓળખવાની ને ફોલો કરવાની , બોલ ગમે તેવી ગતિ થી આવતો હોય પરંતુ જો તેને તેના પાથ ને ફોલો ના કરી શકો તો એ બેટ સાથે મેળાપ ના કરી શકે , મારો મિત્ર શ્રીરામ જેણે મને T T રમતા શીખવાડ્યું તે વારંવાર કહેતો કે તેજા હલ થોડો, બોલ ને ફોલો કર... પણ કેમ ફોલો કરવું એ આવડે નહિ, છેવટે રમી રમી ને automatic  જ એ reflex થોડા ઘણા આવી ગયાં। પેલા તો જે લોકો દરોજ રમતા એમને જોઇને એમ લાગતું કે આપણને આવું ક્યારે આવડશે, આવડશે કે નહિ? વગેરે વગેરે।  પણ ધીમે ધીમેં રમતા રમતા સુધારો થાય.

અર્જુન ને પેલી માછલી ની આંખ વીંધવાની કીધી ત્યારે એના મનમાં અપાર શાંતિ હતી, ને તેના કારણે અપાર એકાગ્રતા, કોઈ સર્જન જયારે કોઈ એક્સિડેંટ કે કોઈ emergency operation  કરતો હોય ત્યારે એક જલ્દી હોય જે બહાર દેખાતી હોય પણ અંદર એક અપાર શાંતિ પણ હોય , પેલું kunfu-panda  મુવી જોયું ને? અંદરુની શાંતિ વાળું, જયારે પાન્ડા  ને પેલો આગના ગોળા ફેકે ત્યારે કેવો મન ને એકદમ શાંત ને એકાગ્ર કરી લે છે ને અંતે એ જીતે છે.

લોકો આખો દિવસ ટેન્સન જાતજાત ના ટેન્સન માં ફરતા હોય છે , કહું ને સાવ જીવવાનું ભૂલી જાય છે ઘણા તો, એને કામ પણ બાકી છે ને બીજા કોઈ માટે પણ ટાઈમ પણ  નથી, અરે ભાઈ ,કામ ક્યારેય કોઈનું પૂરું થયું નથ નથી ને થવાનું પણ નથી , ઓફીસ જતા જતા મસ્ત સવાર ને હેલો કહી શકો, આવતા આવતા સાંજ ને માણી  શકો, આથમતા ને ઉગતા સુરજ ને છેલ્લે ક્યારે જોયો છે ? રાતે આખો ચાંદો ક્યારે જોયો છે? છેલ્લે ફૂલ ક્યારે સુન્ઘ્યું ? , અરે એ કહો કે છેલ્લે સહેર ની બહાર બધું ભૂલી ને bike  કે કાર ની રાઈડ ક્યારે કરી? આવીને ભલે ખુબ થાક્યા હોવા છતાં સાંજે જમીને family સાથે ક્યારે બેઠા? છોકરાઓ ને વાર્તા ક્યારે કીધી? છેલ્લે શાકભાજી લેવા માર્કેટ ક્યારે ગયા? એની પણ એક મજા હોય છે હો. છેલ્લે દાડમ ક્યારે ખાધું? અરે દુર રહેતા અમુક સગાવહાલા ને કેટલા સમય થઇ ગયા વાત જ નથી કરી. ,ટેન્સન ને કામ તો બધાને હોય છે ભાઈ , એમાં જિંદગી જીવવાનું થોડુ ભૂલી જવાય , વળી કેટલાક તો એવું વિચારે કે કામ પતે એટલે આમ કરશું ને તેમ કરશું , પણ તમારું જે કામ છે  મતલબ કે નોકરી કે ધંધો છે એ દરમિયાન માં પણ જિંદગી તો જીવી જ રહ્યા છીએ તો તેમાંથી નવરા થઈને કેટલુક એન્જોય કરીશું? એ દરમિયાન માં પણ એન્જોય કરતા આવડવું જોઈએ, કોઈકે કીધું છેને કે મજા આવે એવું કામ કરો કાતો કામ કરો છો એમાં મજા લો , ભાઈ જિંદગી બહુ લુચ્ચી છે ક્યારેય કોઈ મજા કે આનંદ માટે નવરી નિરાત આપતી જ નથી. ઘણા તો એટ એટલુ વિચારે કે વિચાર્યા જ કરે,  પ્લાનિંગ જ કર્યા કરે, બીજા દિવસે જાગી ને એ પ્લાનિંગ જ કરતા હોય, જિંદગી ના ઘણા બધા દિવસો એ કાંઈજ production  વગર ના પ્લાનિંગ માજ નીકળે, વળી ઘણા નાની નાની વાત માં એટલું તો વિચારે કે વિચારતા જ રહી જાય , દસ રૂપિયા વાપરવા હોય તોય દસ વાર તો વિચારે, મંદિર માં પાંચ રૂપિયા નાખતી વખતે એ બધા મંદિર માં આજ સુધીના થયેલા  તમામ કૌભાંડો ને યાદ કરીને ના નાખે, ને ગરીબ ને આપતી વખતે પેલા ચાર રસ્તા પર contract  પર ભીખ માંગતા છોકરાઓ ની છાપા માં વાંચેલી વાતો યાદ કરી કરીને ના આપે,  બાપડો છેલ્લે સુધી વિચારતો જ રે,

અમારા eng ના સાહેબ ડોબરિયા સર, આ વાત ઘણી વાર સમજાવતા, એ કહેતા કે દરેક જગ્યાએ દરેક ફિલ્ડ માં એક સંવાદિતતા ,એક વ્યવસ્થિતતા , એક ગોઠવણ ગોઠવાયેલી છે, આપડે નકામાં જ આટલા ટેન્સન માં ફરીએ છીએ ને પહેલેથી કમ્પાઈલ થયેલા ને આપડી રીતે કમ્પાઈલ કરવાની કોશીશ  કરીએ છીએ.સ્વીમીંગ સીખતી વખતે એકવાર તાલ માં હાથ પગ ને શ્વાસ ગોઠવાઈ જાય પછી એ તરવા માંડે, એમાં ઘણા નવા નવા હોય તો એમ હોય કે સ્પીડ માં હાથ પગ હલાવવાના।  પણ એવું નઈ એમાં એક શાંતિ એક લય હોય છે. યુદ્ધ માં શાંતિ ની જેમ,

પથારી કરવામાં ને કરવામાં જ રાત પૂરી ના થઇ જાય હો જોજો બાપલીયા ,,, નહીતર ઊંઘ ની મજા રહી જશે ,, બેસ્ટ પથારી , બધી રીતે અનુકુળ પથારી, કોઈ નો disturb  ના થાય એવી જગ્યાએ પથારી , ને એમાય કામ પૂરું થાય પછી કરું પથારી, તો તો લઇ રહ્યા તમે ઊંઘ ? સમજો છો ને આ માર્મિક કટાક્ષ। આ પેલો પાંચમાં ધોરણ માં આવતો વ્યાજ-સ્તુતી અલંકાર,

જો બકા, .. ટેન્સન ને કામ  તો કૈક ને કૈક બધાને હોય જ છે , પણ સાથે સાથે એક જિંદગી પણ જીવવાની છે, કોઈ દિવસ એવો નઈ  આવે કે બધું ટેન્સન ને કામ પતિ જશે ને , પછી શાંતિ થી જિંદગી જીવસું , મોજ કરશું, થોડુક શાંતિ થી ગાડી ચલાવતા ચલાવતા એમાંથી સહેર ની સવાર સાંજ નો આનંદ લેશું, છોકરાઓ જોડે આરામ થી બેસ્સું , દાદાની જોડે બે ઘડી શાંતિ થી બેસીને એની જૂની વાતો સાંભળશું , આ બધું આ કામ કરતા કરતા જ કરવાનું છે, મન ની અંદર એક પ્રવાહ માં આપડું દરોજ નું કામ  થવું જોઈએ ને એક પ્રવાહ માં જિંદગી જીવાવી જોઈએ,, હમણાં આપડે પણ નાના હતા ,હવે શેરી માં ફરીથી એ પકડમપટ્ટી ના રમી  શકીએ, જિંદગી જતીજ રહે છે, અમારી હોસ્પિટલ માં એક સુવિચાર લખેલો છે, the ba d thing is that the time flies, the good thing is that we are pilot,...  ભણવાનું , જોબ, ધંધો, આ બધું તો રેવાનુજ છે, ને તે બધામાં મજા  છે,, પેલા જુના જમાનાના ભાભ્લાઓ બીડી પિતા તે છેલ્લો કશ સુધી પી લેતા, એમ ભાઈ દિવસ ના છેલ્લા કશ સુધી જિંદગી ને માણી લેવાની , જરૂર છે એક જે મગજ માં ભારણ છે, ટેન્સન છે, જે બધાને કોઈ ને કોઈ વાત નું સતત હોય છે ,તેનાથી જાત ને થોડી અલગ  રાખી જીવવાની,

મરીઝ કહેતા, જિંદગી ના જામ ને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે,.

તો હવે તમને આ વાંચ્યા પછી પેલો સૂતેલો જિંદગી નો તાર ઝણઝણ્યો કે ની, એને આ વાત અડી ગઈ કે નઈ ??

ને અડી ગઈ હોય તો મારી સાથે સાથે આવી જાવ ગાવા। ..

છૂકર મેરે મનકો કિયા તુને ક્યાં ઇશારા  , બદલા યે  મોસમ ,લગે પ્યારા જગ સારા,,,......

આ સાથે જ જાલિમ ના જેસી કૃષ્ણ


મળીએ ત્યારે  આવતા  શનિવારે।..

ને હા ઠંડી હજી વધશે હો..... એમ ના માનતા કે જતી રઈ, ...એ લાસ્ટ યર પણ આવુજ કરેલું।...

આવજો.....જીવજો।.. ને મસ્ત રેજો। ....




You Might Also Like

0 comments