PANCHAT ....

8:58 AM

                                         PRODUCTIVE પંચાત


હેલો મિત્રો , 2015 તો ટાટા  કહીને બિસ્તરા પોટલા બાંધવા માંડ્યું ને 2016 નો ઉત્સાહ હજી રગો માં દોડવું દોડવું કરે એ પેલા નો સમય છે.. કેટલા સપના જોયેલા તમે 2015 માં. ને હજી કેટલા બાકી રહી ગયા.
મારે પણ થોડા ઘણા અંશે એવું જ કૈક ખાતું છે. 

THE GREAT THINGS WE CANT DO, THE SMALL THINGS WE SHALL NOT DO, THE FEAR LIES TO DO NOTHING...

આ સુવિચાર લખેલો છે અમારી હોસ્પિટલ માં જ્યાંથી હું WARD  માં જાવ છું ત્યાં દરવાજા ઉપર. મને તો એવું જ લાગેલું કે આ જાણે મારા માટેજ લખાયેલો છે. જેમ પેલા સ્ટીવ જોબ્સ ને "STAY  HUNGRY , STAY  FOOLISH " પોતાના માટે લખાયેલું હોય એમજ લાગતું,  વાત કરવી છે PRODUCTIVE પંચાત ની

પંચાત ને એ પણ PRODUCTIVE ... આપણે દિવસ માં જેટલી વાતો કરીએ એમાંથી મોટા ભાગ ની વાતો બીજાની જ હોય છે. બે જણાં ભેગાં  થયા નથી ને ત્રીજા ની વાત ચાલુ થઇ નથી. વિવેકાનંદ કહેતા કે પંચાત એ ભારત ની સૌથી મોટી કમજોરી છે, પેલો જોયો કેવો છે? વધારે પડતો સ્માર્ટ  બનવા જાય છે. પેલો સાહેબ ની કૈક વધારે પડતી જ ચાકરી કરે છે. પેલો મીઠું બોલી બોલીને કેવું કામ કાઢી લે છે. પેલા ને તો ક્યાં શું  પહેરીને જવાય એ પણ ખબર નથી, વળી  આજકાલ ખામિ હતી તો watsup  અને FACEBOOK  અને કેટકેટલા નવા નવા SOCIAL NETWORKING  SITES  આવી ગઈ છે. તો પંચાતે હવે તેનો વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્દ્રાણી ના પતિ દેવો થી લઈને , મોદી ના વિદેશ પ્રવાસ વિષે, વળી એટલા બધા PAGES, 
ને ગ્રુપ્સ બને છે ફેસબુક માં ને એમાં પોસ્ટ મુકાય ને એમાં કોમેન્ટ માં સાવ નવરી પંચાત નો સિલસિલો સારું થાય , જાણે એજ બાકી રહી ગયેલું।,

પંચાત કરવાના એટ એટલા સાધનો થઇ ગયા છે કે હું એની પંચાત કરી રહ્યો છું. પણ બનાવેલા ઘણા ઘણા પ્લાન માં ક્યાય પંચાત કરવાનો સમય કેમ નથી  રાખતા?।..

ગામ ના ચોરા  થી માંડીને સૌથી મોર્ડન સોસિઅલ મીડિયા માં પંચાત પોતાનું સામ્રાજ્ય સ્થાપીને બેઠી  છે,
પંચાત કરીને પછી આપડે શું ? એની લાઈફ છે એ જીવે મરે આપડે શું ? લ્યો કરો વાત.

પ્રશ્નો પૂછવા જોઈએ।..   પંચાત કરીને આપણ ને શું મળ્યું? જે માણસ ની વાતો કરી ,સારો ખરાબ કીધું, એને શું  ફરક પડ્યો ? આતો તમારા મન ને સહાનુભુતિ મળી કે બીજો માણસ પણ એને મારી જેમ માને  છે. પણ ભાઈ તમારા માનવાથી ના માનવાથી દુનિયાને કોઈ જ ફરક પડતો નથી , યકીન માનો દુનિયાને તમારા અભિપ્રાય થી કોઈ જ ફરક પડતો નથી. ફરક તો તમને પડે છે. માત્ર ખોટી સાવ ખોટી સહાનુભુતિ મળી જાય છે. પંચાત માં મોટાભાગે નકારાત્મક વાતો પીરસાતી હોય છે. બીજા માણસ કે એની બનાવટ  ની ખામીઓ જ શોધવાથી  કોઈ જ લાભ નથી. ને એને કોઈ ગેરલાભ પણ નથી. ને એમાં બદલાવ  આવવાનો પણ નથી, ને એ બદલાવ લાવે પણ શું કામ ? તમે કે હું  કહીએ એટલે? ? એક ખોટી આદત ઘર કરી ગઈ  છે JUDGE  કરવાની ,પંચાત કરવાની, માપતોલ કરવાની, ને એ માપતોલ પોતાની દ્રષ્ટી એ કરવાની। યકીન માનો આવું કરીને આપડે સૌથી મોટા મૂરખ સાબિત થઈએ છીએ. પેલા એ આમ કરવાનું કીધેલું, એક દિવસ કર્યું પછી દેખાયો જ નહી , જીમ જોઈન કરેલું પણ બે દિવસ પણ ના ગયો, પણ એ ગયો કે ના ગયો, એના પૈસા થી જોઈન કરેલું, ને એના પૈસા બગડશે , એને પ્રોબ્લેમ નથી તો તમને શું  પ્રોબ્લેમ? પણ બીજાની તોળવણી  કરવાની , પંચાત કરવાની ટેવ , કુટેવ પડેલી છે,. જે લોકો બધા કાર્યો  નો ઢંઢેરો પીટે  છે તે વધારે પંચાત ને તોલમાપ ના ભોગ બને છે. 

પંચાત કરવી જ હોય તો પોતાની જાત સાથે પોતાની જ કરવી જોઈએ તો એ કૈક PRODUCTIVE બને. 
કેટલા આળસ માં છીએ, કેટલું નક્કી કરીને કેટલું કરી શકીએ છીએ, ગામ ને સલાહ આપીને પોતે કેટલું કરીએ છીએ , એનું એટલી જ જાગ્રતતા થી ધ્યાન રાખતા શીખવું જોઈએ, એનું અવલોકન કરવું જોઈએ , નહિ કે બીજાનું,,, તો ખબર પડશે કે નક્કી કરવું ને કરવું એમાં કેટલો ફરક હોય છે,..

જોબ્સ બાપુ બહુ સિમ્પલ વાત કરતા, જીવન ટુકું છે,, કરવા જેવા કામ ઘણા છે,  સમય લીમીટેડ છે, એટલે કરવા જેવા ઘણા કામ માંથી પણ પ્રાયોરીટી આપવી પડશે, કેટલાક છોડવા જ પડશે , તો એમાં તમે પંચાત ને એ બધા માં સમય કેમ આપી શકો? ? ચાણક્ય તો પંચાત ને CANCER  જ કહેતા, મન નું CANCER.

ચાલો બહુ પંચાત પંચાત થયું , પેલું ટુકમાં કહેવાનું કહીએ તો ,  પંચાત અને બધા ને પોતાના છીછરા તરાજુ માં તોળવાની આદત બહુ non -productive   છે. સમય નો  ટોટલ બગાડ ને મગજ નો પણ બગાડ છે, સાફ જગ્યાએ કચરો ફેકવાનું કામ જેવું છે. મગજ ને  ઉકરડો બનાવવા જેવું છે. કરવી જ હોય તો પોતાની પંચાત કરવી, બાકી બીજા ઘણા કામો બાકી હોય એ કરવા, judge  કરવામાં એ માણસ સાથે હસવાનું ભૂલી જવાશે , મનમાં કડવાહટ  સાથે જીવવાની આદત બની જાશે , ને તેનાથી પછી તમે irritate જ રહેશો , તુચ્છ ગણશો , એતો કઈ નથી એવું થઇ જશે, અહંમ આવશે,,,, આ નાના નુકસાન થી માંડીને EXTREME  લેવલ સુધીની વાતો આવી ગઈ....

બાકી જો બકા , મસ્ત રેવાનું , હસવાનું , બાથરૂમ માં જ પણ ગાવાનું ને મન થાય તો મન ભરીને નાચવાનું, સૂર્ય ને ઉગતો આથમતો જોઇને ક્યારેક હેલ્લો કરી લેવાનું, એકાદ બે ઝાડ સાથે દોસ્તી બાંધી લેવાની, ને દરોજ એકાદ બે ફૂલ માં ભગવાન  ની ART  જોવાની, ગામ ની બહાર લોંગ રાઈડ પર જવાનું, જ્યાં જેની સાથે હોય ત્યાં તેની સાથે મસ્ત રેવાનું, થોડુક ચાલીને ફરી લેવાનું, ને દિવસ માં એકાદ વાર દુર રહેતા મિત્ર, પપ્પા મમ્મી સાથે વાત કરી લેવાની, કિશોર કુમાર ના ગીતો સંભાળવાના, ને આપડે આપડી ધૂન માં એ ગાવાના,,,, બાકી સમય જતો રેશે  બીજા ને જે કરવું હોય એ, આપડે જીવી લેવાનું,,, આટલું જ સ્વાર્થી બની જવાનું,

અને હા। ... છેલ્લો દિવસ જોઈ લેજો।. ને પંચાત જ કરવી હોય તો પેલી કોફી વાળી જોડે કરજો।..

2016.... માં મારો તો 26 મો જન્મદિવસ (કુવારા જ હો) આવશે।..તમારો???

મળીએ ત્યારે આવતા શનિવારે સાંજે।...


આનેવાલા પલ જાનેવાલા હે.........હમમમ હમમમ હોં હોં હોં......

 
જાલિમ ના જેસી કૃષ્ણ




You Might Also Like

3 comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. વાહ ભુરા વાહ..કાંઇક નવુ લાયો તૂ.સરસ.

    ReplyDelete