what all matters at the end??? special for PREPG students

12:44 AM

કેમ છો મિત્રો?  લગભગ બધાએ પોતાનાથી બનતી મહેનત કરીને તૈયારી કરી હશે , કોઈએ AA , કોઈએ DAMS ,BHATIYA ,PGDIAMS ની નોટ્સ વગેરે , તો કોઈએ નીટ ની નવી બુક આવી એ પણ વાંચી હશે.
છેલ્લી ઘડી ની એક સલાહ એટલા માટે આપવાનું મન થયું કારણકે એક દિવસ  અમને પણ કોઈએ એક નાની સલાહ આપીને તૈયારી ની દશા અને દિશા બદલી નાખી હતી. 

ઘણા એવું વિચારે કે આ subject બાકી છે, મેં તો ખાલી નોટ્સ જ વાંચી છે  મેતો રીવિઝન નથી કર્યું, હવેતો આવતા વર્ષે આવી રીતે વાંચશુ, વગેરે ઘણા ઘણા વિચારો એ મન અને મગજ દિવસ માં હજારો વાર ચડાવતું હશે...મૂળ મુદ્દા પાર આવું
1એક્ષામ આપવા જતી  વખતે ત્યાં કોઈ ચેક લિસ્ટ નથી કે તમે બધા subject  વાંચ્યા કે કેટલા છોડ્યા ? રીવીઝન કેટલાનું બાકી રહી ગયું ? કેટલાની ખાલી નોટ્સ જ વાંચી ? કેટલામાં AA વાંચી? નીટ ની નવી નોટ વાંચી કે નહિ ? અને કદાચ એવું હોય તો પણ એ તમારા હાથમાં હવે નથી ,એ સમય હવે ગયો.
હવે તમારા હાથમાં શું છે? એક માત્ર તમારો અભિગમ।...અને અભિગમ।.. તમેં પાંચ વર્ષ mbbs માં વાંચ્યું જ છે, અત્યારે પણ કૈક તો વાંચ્યું જ છે. તમને હું પૂછું કે તમારી જોડે પાંચમા ધોરણ માં ભણતા કલીગ્સ નું લિસ્ટ બનાવો તો કદાચ તમે બધા ના યાદ કરી શકો પણ હું તમને કહું કે આ ચાર માંથી કોણ પાંચ માં ધોરણ માં જોડે હતું તો યાદ આવવાની શક્યતા વધી જાય, તેમ mbbs માં વાંચેલું ઘણું યાદ આવશેજ આ વાત યાદ રાખો।

 ઘરેણાં ગમે તે હોય સોની ની દુકાને તો એની કિંમત કેટલા તોલા સોનુ છે એમાં જ મળે , એમ વાંચ્યું ગમે ત્યાંથી હોય, મેટર તો એજ રેવાની , થોડી વધારે ઓછી હોય પણ જે knee joint નો પ્રકાર AA માં છે એજ પ્રકાર નોટ્સ માં છે. તો મગજ ને એ વિચારવાનું હવે બંધ કરાવો કે આ નથી વાંચ્યું કે આ નથી વાંચ્યું। એ વિચાર આપો કે જે વાંચ્યું જે subject માં એમાંથી તો યાદ આવશેજ। ને બધાનો સમય તો 24 કલાક જ છે , કોઈ સુપરમેન નથી કોઈએ નોટ્સ વાંચી તો AA રહી ગઈ હશે ,ને બેય વાંચ્યું હશે તો રીવીઝન।. 

બની શકે કે જે subject બાકી રહી ગયો એના એવા que  આવે કે જે વાંચ્યા વગર પણ આવડી જાય , ને જે વાંચ્યો એના એવા que આવે કે જે phd લેવલ ના હોય ને કોઈને ના આવડે, ને એનાથી ઊંધું પણ બને.. 

બધાનું પોતપોતાનું એક પરમેનન્ટ સ્ટોરેજ હોય છે જે બધાનું અલગ અલગ હોય છે , મને mbbs prepg internship માં ઘણી વસ્તુઓ એવી યાદ રહી ગઈ હોય કે એ ભુલાય જ નહિ , ને બીજા માટે એ વસ્તુઓ અલગ હોય, ત્રીજા માટે એ અલગ હોય, પણ બધાનું એવું એક સ્ટોરેંજ હોય જ છે તો એનો ફાયદો પણ મળવાનો છે.

તો 
1. એક્ષામ માં કોઈ ચેક લિસ્ટ નથી કે તમે શું શું ને ક્યાંથી ને કેટલા subject  વાંચ્યા ને કેટલી વાર રીવીઝન કર્યું?
2. એવું હોય તો પણ હવે એ આપણા હાથ માં નથી 
3. વાંચ્યું ગમે ત્યાંથી હોય મટીરીઅલ સરખુંજ હોય, પ્રેઝન્ટેશન થોડું અલગ હોય, થોડું ઓછું વધારે હોય પણ જે  બંને માં હોય એ મટીરીઅલ તો સરખુંજ હોય છે,
3. રેન્ક લાવવા કોઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ નથી , ખાલી નોટ્સ , ખાલી AA , ખાલી નીટ ની બુક, બધું, 
bhatiya iams dams વગેરે માંથી કોઈ એક ક્લાસ કરીને લોકો રેન્ક લાવેલા છે, 
તો એ સાબિત કરે કે રેન્ક લાવવા કોઈ ક્લાસ કે બુક ગોલ્ડ સ્ટાન્ડર્ડ નથી. હા કોઈ એક option કરવો જરૂરી છે.
4. બધાનું પોતાનું એક સ્ટોરેજ હોય કે આપણને યાદ જ હોય છે. બીજાંને અઘરું લાગતું આપણ ને એમનામ યાદ રહી ગયું હોય ને vice-a-versa પણ હોય.


તો તમારા હાથ માં છે એક માત્ર વસ્તુ ને એ છે તમારો અભિગમ ----- એવું ના માનો કે રેન્ક નાઈ આવે હવે આવતા વર્ષે આમ વાંચશુ, આટલું વાંચ્યું એમાં રેન્ક ના આવે, AA ને નિટ બુક વાંચવી પડશે , રીવીઝન એક વાર માં રેન્ક ના આવે.,...કીધુંને કોઈ જ ચેક લિસ્ટ નથી કે રેન્ક કેમ આવે , કોઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ નથી કે રેન્ક માટે શું શું વાંચવું, -- એવું વિચારશો તો આવતા વર્ષે પણ આજ અસંતોષ હશે, આવાજ મૃગજળ જોતા હશો, એવો સમય જે એકદમ બેસ્ટ હોય ,  બધું થઇ જ ગયું હોય એવો સમય આવવાનોજ નથી.

આજે અત્યારે જે આપણા હાથ માં છે, એ આપણો અભિગમ ---એવો હોવો જોઈએ કે આ વર્ષે જે ,જેટલું ,જ્યાંથી વાંચ્યું છે એમાંથી આવશે તો ખરુજ કૈક એ આવડશે, બાકી કૈક કૈક જૂનું યાદ તો આવશેજ, ને બાકી ચાર ઓપશન તો હશેજ એમાંથી મારુ વાંચેલું કો-રિલેટ કરીને જવાબ તો સોધીજ કાઢીશ। નહિ આવડે તો એતો બધાને એવા ઘણા que  હશે જેમાં થોડું રિસ્ક ને લક આજમાવવાનું હોય.......રેન્ક તો આવશેજ ને આ વર્ષેજ આવશે અને જે જોઈતું છે એ પણ મળશે,, વિશ્વાસ રાખજો પોઝિટિવ અભિગમ વિના ગમે તેટલી તૈયારી સાથે પણ મન અને મગજ સાથ નહિ આપે.કારણ કે હવે preparation  factors  પુરા , હવે execution factor પર ધ્યાન આપવાનું છે ,  

પોઝિટિવ અભિગમ રાખવો તમારા હાથમાં છે ને એ ફાયદો કરાવશે જ. તો બસ આ વિચાર સાથે જ તમે બધા એક્ષામ આપો , રેન્ક આવશેજ , યાદ આવશેજ ,એડમિશન મળશેજ। ...તમારા મગજ ને મન ના રેન્ક લાવવા ના criteria ભૂસી નાખો, જાત પર, મન પર, મગજ પર, ને  પેલા ઉપર બેઠેલા ઈશ્વર પર વિશ્વાશ મૂકી દયો. એ સાથ આપશેજ ને પરિણામો પણ...બધું ટેંશન મુકો  ને  લેવાનું થશે તો આવતા વર્ષે એક્ષામ પછી ક્યાં નથી લેવાતું,

આજમાવો જાત ને હવે। ............કેટલો સાથ આપે છે હવે। .ને એના માટે એક સૌથી મોટો enzyme છે positive attitute ..........

બધાને બેસ્ટ ઓફ લક.......................






You Might Also Like

1 comments