RELATIONS....

5:36 AM

                          બહુ અલંકારિતતા જયારે ભાષા માં આવી જાય ત્યારે એ ભરમાઈ જતી હોય છે, લખવાનો મૂળ મર્મ ભૂલીને લેખક લખાણ ને શણગારવામાં વૃત્તિઓ ને દોડતી કરે છે ત્યારે મૌલિકતા કરમાઈ જતી લાગે છે. સંબંધોમાં માં પણ આવુજ હોય છે, અમુક પ્રકારની આઝાદી સાથેનું અતૂટ બંધન હોય છે સંબંધ, બહુ ઝાઝા પ્રશ્નો પૂછવાના નથી હોતા, બધું સહજ હોય છે ત્યાં સુધી એ સંબંધનો શણગાર છે, વધારે પડતા પ્રશ્નો અને અંદર ઘૂંટાતી મૂંઝવણો એ સહજતાની માળા માં તૂટેલા મોતી સમાન બની જતા હોય છે. ઘણી વાર મૌન જ રહી જવાનું હોય છે. સારાનરસા પાસા જ નક્કી કરતા રહેવામાં ઘણીવાર વ્યક્તિને ખોઈ દેવાનો વારો આવતો હોય છે. ત્યારે પછી સંબંધ એ માત્ર સાથે રહેવાનો દસ્તાવેજ બની જાય છે. બાકી અંતર માં વહેતા સમાન સૂરો હવે બહાર કોયલનો કિલકિલાટ કરતા થંભી ગયા છે. હસવું  પરાણેનું  થઇ પડે છે. હૃદય નો બધો હવાલો માત્ર તર્ક વિતર્ક શંકા કુશંકા ને એનાથી પણ વધારે પોતાનીજ "સિક્યુરિટી" ને "મારુ શું થશે? " એવુજ વિચારતા મગજ ને સોંપાય જાય છે.  વધુ પડતી આશાઓ એ પણ એમની પાસેથી -- એતો આપણા મનની ઈચ્છાઓ અને મગજની મર્યાદાઓ માં કોઈકને બાંધવાની સાંકળ સાબિત ના થાય????  અને જયારે એ ઠગારી નીવડે અને આપણી ઈચ્છા ને ઉપરવટ જઈને કૈક નિર્ણયો લે ત્યારે વલોવાતા અંતર માં  ઉભરાતો સામેવાળા પ્રત્યેનો દ્વેષ અને ક્રોધ એ આપણા સ્વાર્થી પણા નો સાક્ષાત્કાર કરાવે છે.

                         સંબંધો માં સામેવાળાને પણ એટલો જ હક હોય છે. સંબંધોમાં સાથ હોય છે હરીફાઈ નહિ. આઝાદી હોય છે મનની આશાઓ ને અપેક્ષાઓ ના પોટલાં એમના પર રોપીને બોજો આપીએ એતો ગુલાબ ના છોડ ને જાસુદ ઉગાડવાનું કહેવા જેવું છે અને ના ઉગાડી શકે તો નારાજ થવું એ વારંવાર પોષાતો આપણો બુઠ્ઠો અહંકાર કેટલો મોટો થઇ ગયો છે એ સાબિત કરે છે. ટ્રેન માં ચડેલા આપણે બધા કોણ ક્યાં સ્ટેશન પર  ઉતારવાના એ ના ખબર હોવા છતાં જીવનની પરપોટા જેવી ક્ષણિકતા ભૂલીને સાગર જેવી અમર કહાની લખાવીને આવેલા હોઈ એમ નફરત દ્વેષ ને અહંકાર પોષણ માં અંધ બની જતા હોઈએ છીએ. જેમને વહાલ કરવાનો હોય છે ત્યાંજ અહન્કાર ને હું પણુ આડું આવીને ડોકિયું કરે છે.

                 આવા સમયે પણ માણસ ને એકલા પડવાનો ડર અને સમાજ ની બદલાયેલી દ્રષ્ટિ નો ડ ર વહાલ ખોવાના અફસોસ કરતા વધારે હાવી લાગતો હોય છે. વહાલ ખોઈને માણસ પાછો પોતાની ઘડ માં પરોવાઈ જાય છે. હસતા શીખી જાય છે. એવો માણસ બીજાની ઈર્ષ્યા વગર, નફરત વગર, ને પોતાની આશાઓ ને અપેક્ષાઓ ના બોજ વહાલા ઉપર ઢોળ્યાં વગર હસતા શીખી જાય તો ફુલડું બની જાય હો. બધો ડર પછી એ સમાજ નો હોય કે એકલા પાડવાનો - પોતાની અપેક્ષાઓ ને આશાઓ માં જ  છુપાયેલો હોય છે.એ ના રહે।

               .હું કહું ને કરું એમ જ કરવું એવો અહંકાર ઓગળી જાય ત્યારે પછી એક નવો પ્રદેશ શરુ થાય છે જેમાં બંને આઝાદ છે અને અનંત પ્રેમ પણ છે. લાગણી નું સાચું સ્વરૂપ પ્રગટે, એમની પાસે કઈ આશા નથી, કઈ આપી દેવાના નથી,કોઈ કાયમી આજે જેવું છે તેવું રહેવાનું નથી,તમારા ઉપકાર ના બદલામાં ઉપકાર જ મળશે એની કોઈ ગેરેન્ટી નથી,છતાં આપણા થી બનતું બધું સરત વગર આપીએ એજ તો પ્રેમ છે.  અઘરું હોવા છતાં અશક્ય નથી. એના માટે ખુદને ચાહતા શીખી જવું પડે, મનવા ને વારંવાર "એજ્યુકેટ' કરતો રહેવો પડે. ઘણી વાર નમી જવું પડે. હારી જવું પડે.  કીધુંને અઘરું છે પણ અશક્ય નથી... એનો પાક્કો પુરાવો મારો ઈશ્વર છે....વિચારજો,


જો આ મને ગમ્યું એ મારુ
પણ જો તને ગમે તો તારું

મારુ તારું ગમવું ને પણ
લાવ ને કરીએ સહિયારું

તું જીતે ને ખાય ખુશી તો
લેને હૂતો ફરી ફરીને હારું। ..

જો આ મને ગમ્યું એ મારુ
પણ જો તને ગમે તો તારું.....

























You Might Also Like

2 comments