PIECE OF MIRROR - SHORT STORY

7:15 AM

                                          ધોરણ 8,9,10 માં સફારી મેગેઝીન ઘણું વાંચેલું,  ને તેમાં પણ તેના સ્પેશ્યિલ અંકો માના વિશ્વ-વિગ્રહ ની યાદગાર યુદ્ધ-કથાઓ ભાગ 1 અને 2 તો સાવ ગોખી જ નાખેલા. ઈન ફેક્ટ  બંને બુકોની વાર્તાઓ તો મારા બધા મિત્રો ને પણ પરાણે સંભળાવતો અને સમાજવિદ્યા ના ક્લાસ માં ઇતિહાસ ને ભૂગોળ ની જગ્યાએ આ વાર્તાઓ ના ક્લાસ ચાલતા।. આ હા હા હા શું  મજા  હતી એતો. ભૂમધ્ય સમુદ્ર માં આવેલા ક્રીટ ટાપુ પરના એક નાનકડા ગામમાં હિટલરે જયારે આક્રમણ કર્યું ત્યારે બચી ગયેલા ઘણા લોકોમાંના એક ડૉ. પાપડોરસ અમેરિકા માં સ્થાયી થયેલા, એમને એક્વાર ફૂલહૈમ નામના એક વ્યક્તિએ પૂછ્યું કે જીવન નો અર્થ શો? ડૉ. પાપડોરસે પાકીટ માંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસાનો નાનકડો ટુકડો કાઢીને કહ્યું આ આરસ નો ટુકડો મને બીજા વિશ્વ-યુદ્ધ વખતે જયારે હું નાનો હતો ત્યારે એક રસ્તા પરથી મળેલો ત્યારે તરત જ એનાથી રમવાનું શરુ કરી દીધેલું. સૂર્ય ના કિરણો ને આ અરીસાનાં ટુકડા દ્વારા ગુફાઓના અંધારા ખૂણાઓ માં જ્યાં સૂર્ય ના કિરણો ના પહોંચી શકે ત્યાં જુદા જુદા એન્ગલ પાર અરીસાને રાખીને ત્યાં પ્રકાશ ફેકતો. મોટો થતા એ રમત નો જુદો જ અર્થ સમજાયો. હું પોતે એક મોટા અરીસાનો નાનકડો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે? એ મને ખબર નહોતી પરંતુ એના નાનકડા ટુકડા તરીકે હું મારુ કાર્ય જાણી શક્યો. મારુ કામ અંધારી અગોચર જગ્યાઓ માં બને તેટલું સહાનુભૂતિ, ભાવ, પ્રેમ, લાગણી ફેલાવવાનું અને ઉજાસ પહોંચાડવાનું હતું. અને જેમ એક ને રમતો જોઈ બીજા બાળકો પણ એવી જ રમત રમેં એમ બીજાઓ ને પણ આ કામ કરાવતા કરવાનું હતું. આપડે બધા પણ અરીસા ના ટુકડા જ છીએ. ઘણો બદલાવ ના લાવી શકીએ પરંતુ એક ટુકડા જેટલું મતલબ આપણી આસપાસ તો પ્રકાશ ફેલાવીજ શકીએ, મોટી અંધારી ગુફા માં દીવો કરતા અંધારું પૂર્ણ રૂપે દૂર ના થાય પરંતુ દીવાની આસપાસ તો અજવાળું થઇ જ જાય. તો આપણા થી બનતુંતો કરી જ શકીએ.

          બધા યુનિક છે, બધાને પોતપોતાના સારા નરસા પાસા છે, સારાનો વિકાસ અને નબળા નો નિકાલ એ બધા પોતપોતાની રીતે કરતાજ રહેતા હોય છે.મારામાં કૈક સારું ખરાબ છે એમ બીજામાં પણ છે. કોઈ પૂર્ણ નથી. અનિયમિતતા અને અપૂર્ણતા - નિયમિત અને પૂર્ણ રૂપે વ્યાપ્ત છે.  અને એજંતો આ પ્રકૃતિ ની મજા છે. બધાને સારા ખરાબ ના લેબલ ની નીચે મુકવા કરતા એ મારાથી માત્ર અલગ છે. ડિફરન્ટ છે એ વિચારતા થઇ જઈએ તો ભાવ પ્રેમ વધી જાય અને ઈર્ષ્યા -દ્વેષ ઘટી જાય. બે જણા જયારે ભેગા મળે ત્યારે ત્રીજા ની નબળી વાત કરવા કરતા પહેલા બે સારી વાત કરતા થઈએ તો ઘણી સમસ્યાઓ ને નેગેટિવિટી ઓછી થઇ જાય બકા. એમ બધાની યુનીક્નેસ અને અલગતા સ્વીકારીને એને પ્રેમ કરતા થઈએ તો એ અલગતા અને યુનીક્નેસ નું નિર્માણ કરવા વાળા સર્જનહાર પ્રભુ ની બીજી બેસ્ટ પ્રાર્થના શું હોઈ શકે?

          બસ આવા બની જઈએ તો ફૂલડાં જેવું બની જવાય. ફૂલ વિષે કહેવાય છે ને

નહિ કોઈ નુ ફરિયાદી, નહિ કોઈનું કાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી રાજી.

બીજાને પ્રેમ કરતા પહેલા જાત ને પ્રેમ કરવો પડે છે ભઈલા. કાજલ ઓઝા કહે છે જેમ નફરત ને રાડો પાડીને કહીએ છીએ એમ પ્રેમને  પણ કરીએ તો નફરત અડધી અને પ્રેમ બમણો થઇ જાય.

મારો તો આજે 27 મોં હૅપી હેપી વાળો બડડ઼ે છે પરંતુ હજી આ હૃદય ના દરબાર માં પેન્ડિંગ પડેલી દુકાળ ની અરજીઓ એક જ નજર માં નિકાલ કરે એ મળવી બાકી છે.

ઝમાના દેખા સારા , હે સબકા સહારા, યે  દિલ હી હમારા , હુઆ ના કિસીકા
સફર મેં હે એ બંઝારા ,ના જાને કીસ પે આયેગા

હે અપના દિલ તો આવારા ,ના જાને કીસ પે આયેગા

મળીએ ત્યારે

ડાયરા ને જાલિમ ના જેસી કૃષ્ણ। ......





















You Might Also Like

2 comments

  1. ઉત્તમ....અતિઉત્તમ મિત્ર

    ReplyDelete
  2. વાહ મારો ઝાલીમ વાહ..... મને અંદાજ પણ નહોતો કે સાયન્સ ની સાથે ભાષા પર પણ આવી સારી પકડ છે.
    ખૂબ સરસ...!!!




    ReplyDelete