જિંદગી ની મોજ શેમાં?

6:46 AM

               

                   જિંદગી માં મોજ કરી  લેવી છે ભાઈ એવું ઘણા લોકો કહેતા હોય છે પણ ભાઈ જિંદગી જીવવાની પણ એક અદકેરી મોજ છે હો ! જો જીવતા આવડે તો ! બધી નાની મોટી મજા નો સરવાળો જ જિંદગી છે ને અંતે તો. પછી નિરાંતે , વેકેશન જેવા શબ્દો સાંભળીને કઈ સમય થંભી નથી જતો.એતો ટક ટક ચાલતો જ રહે છે અને તક તક (મોજ કરવાની  ) એમ કહેતો રહે છે.

                 ઘણી વાર ઉંદરડા દોડ માં , ભણવામાં , ધંધામાં, પૈસા કમાવામાં, નામ બનાવવામાં , એક પછી એક જિંદગીના પાડવો આવતા જાય છે ને આપડે ભાગતાજ રહીએ છીએ , પહેલા ઊંધું ઘાલીને રમ્યા , પછી ભણ્યા , પછી પૈસા કમાવામાં એમ ને એમ મોટા થઇ ગયા , હવે લગ્ન ને છોકરા ને ઘર ને બ્લા બ્લા બ્લા। ...ખબર જ ના પડી કે ક્યારે વરસો ના વરસ જતા રહ્યા, બસ એક્વાર પીજી ની એક્ષામ માં રેન્ક આવે ને પીજી માં મળે પછી શાંતિ ,પીજી માં મળે પછી એમ લાગે કે સારી જગ્યાએ સેટ થઇ જઈએ એટલે શાંતિ, સારી છોકરી મળે એટલે શાંતિ, પછી ઘર વગેરે સેટ થઇ જાય એટલે શાંતિ, એક છોકરો હોય તો મજા આવે.

              પણ જેતે મુકામ પર જેતે મેળવ્યા પછી શાંતિ નું મૃગજળ દેખાતું હોય ,તે મુકામ પર પહોંચવાના ખ્વાબ માં જ મન ના બધા વિચારો કેન્દ્રિત થયેલા હોય, પણ ભાઈ આતો મૃગજળ છે, એવા સાવ શાંતિ ને નિરાંત તો ક્યાંય નથી, હા થોડું રિલેક્ષેશન જરૂર છે, બાકી તો મૃગજળ જોવા છતાં આંખ આડા કાન  કરવાની વાત છે.

                 વાત કરવા બેઠો છું આજે આ બધા મુકામ સાથે સાથે મોટી થતી એક જિંદગીની , સફેદ થતા વાળ ની,  ઘણા જમીને બે ઘડી પણ પરિવાર સાથે ના બેસે , એટલા ઉતાવળા કે પછી એ લોકોએ એ શાંતિ નો અનુભવ જ નથી કર્યો ક્યારેય। યાદ કરવામાં આવે તો મમ્મી સાથે મંદિર જતા, પાપા મમ્મી હું ત્રણેય એક બાઈક માં જતા, મમ્મી મીઠાઈ સંતાડે ત્યાં મારી કીડી વૃત્તિ ને ઉંદરડા ની ઘ્રાણ શક્તિ ધરાવતું નાક મને દોરી જતું, ગામડે થી શહેર માં સેટ થવામાં પાપા મમ્મી ની સ્ટ્રગલ ને અમે ભણવામાં વ્યસ્ત, એક ધોરણ થી બીજામાં, પણ ભાઈ જિંદગી થોડી ધોરણો જોવે,  જુવાન ને નવા પરણેલા પાપા આજે અમને ભણાવતા ભણાવતા , બીજી નાની મોટી સમયસ્યાઓ સેટ કરતા કરતા 52 ના થઇ ગયા,

                   ઘણી વાર કોઈ એવા મિત્રો હોય, પાડોશી હોય, કુટુંબ માં કોઈ એવું હોય, કઈ એવી બીમારી હોય, ઘણા ઘણા કારણો થી માણસ મોજ કરવાનું ભૂલી જાય છે ,જિંદગી જીવવાની મોજ ભૂલી જાય છે.

                  પેલું સોન્ગ છે ને , જિંદગી કે સફર મેં ગુજર જાતે હે  વો મુકામ ફિર નહિ આતે, ફિર નહિ આતે,

                ઝીણી ઝીણી ઠંડી ની શરૂઆત થતા બહાર નીકળવાનું ગમવા લાગ્યું ને?  અનેક મસ્તીઓ , રીસામણા , મનામણાં, માર, વ્હાલ, દગો , નફરત, પ્રેમ , કંપાસ માં  પેન્સિલ રબર નવા જ રાખવાની મજા થી માંડી ને , ચોપડા ને પુઠા ચડાવતા, ક્લાસ માં મોનિટર બનતા બનતા ડોક્ટર થઇ ગયા

                  મારુ જ રમકડું ને મારી જ સાઇકલ , થી મારુ ચેકરબર ને પેન્સિલ થી , મારી બાઈક ને મારી ગર્લ ફ્રેન્ડ થી , મારી આવડત ને મારી કમાઈ , મારુંજ ચાલે થી, મારી કર ઘર દુકાન ધંધો પેઢી થી, મારો પરિવાર થી, મારા દીકરા દીકરી , મારા દીકરા દીકરી ની વાતો થી માંડીને, આવા મારા જ અટવાતા આપડે માણસો એ મારી જિંદગી ને એમાં મારી મોજ ને બધા પડાવો માં સાથે રાખવાની જરૂર ખરી કે ?????

                     આ  હોલે હોલે પસાર કરેલી ક્ષણો નો સરવાળો જ જિંદગી છે. બાકી દાદા દાદા કરતા કરતા દાદા બની જાશું, જિંદગી કાંઈ દરરોજ સોળ શણગાર સજીને ખુશીઓનો ખજાનો ના  લાવે, એતો વહેતુ પાણી છે , વિચારવા ને સંઘરવા વાળા રહી જાય, ઉપયોગ કરવા વાળા ફાવી જાય. ઉમર અને અનુભવ પ્રમાણે જિંદગીમાંથી મેક્સિમમ મોજ નીચોવી લેવાના ધારાધોરણો, સમજ , તરીકાઓ, બધાના બદલાતા જતા હોય છે.પણ મોટામાં મોટી હાડમારી માં પણ હાલતા રહીને ખુશ રહેતા કોણ રોકે છે? કરુણ માં કરુણ દુઃખ માં પણ હસતા, ઘણી વાર આપડી જાત ઉપર જ હસતા શીખવાનું છે.
પેલું કહેવાય છેને કે .-ફિતૂર હોતા હે  ઉમ્ર મેં જુદા જુદા। .ખિલોના,માશુકા, રુતબા,  ફિર ખુદા ખુદા ---..


                          હસવું રડવું પામવું ગુમાવવું મેળવવું તરછોડાવું કરકસર છૂટ લાગણીવશતા એકલતા નિકટતા નિસ્વાર્થ-પ્રેમ અત્યંત-સ્વાર્થ દગો વફાદારી બધાજ જીવન ની થાળી માં પિરસાયેલ ઊંધિયા શાક ના કોમ્પોનેન્ટ્સ છે ભૂરા.

ઊંધિયા ની મજા એ બધું હોય તોજ આવે. કોઈ સાવ આપડે માનીએ એવા ના હોય ને આપડે ધારીએ એવું બધું થતું નથી એ અનિશ્ચિતતા જ કુદરત ની વહાલી દીકરી છે. બેટ પીચ તો બધા રમેં , અમુક ગૂગલી નાખે વચ્ચે વચ્ચે એ રમતા ને એને એન્જોય કરતા શીખી જવાનું એજ જિંદગીની મોજ.  

કોઈ ગમે એ કહે ભૂરા ખુશ રહેવું , ખુશ રાખવા।....હવે બધી જગ્યાએ બે ગ્રુપ અસ્તિત્વ માં આવશે , એક ખુશ રેતા  હોય ને નાની નાની વાત માં ખુશી શોધી લેતા હોય ને બીજા ફ્રસ્ટ્રેશન ને ટેન્શન માં જ પડ્યા હોય એવા.....હા હા હા    

પેલો પાંચ નો નિયમ ખબર?  કે કોઈ વાત, વ્યતિ સાથેનો સંબંધ , વગેરે  જેની સતત ચિંતા કરો છો એ પાંચ વરસ પછી શું  મેટર કરશે? જો ના તો મૂકો વિચારવાનું. આજનું ટેન્શન કાલે મેટર પણ ના કરતુ હોય.

આ ઉપદેશ તમને કોઈને સંબોધીને નથી વ્હાલા, આતો સ્વ ને સંબોધીને છે.ને આ બ્લોગ તમને બધાને મળવાનું એક બહાનું છે. બાકી આ દીર્ઘ ચર્ચાનો સાર એ કે જે કરતા હોય, જે મુકામ પાર, જે પ્રોબ્લેમ સાથે જિંદગી પસાર કરી રહ્યા હોય, મારો ભાઈ સાથે સાથે એક જિંદગી પણ જીવાઈ રહી છે હો એ ભૂલી ના જતા,

હમણાં દિવાળી માં જ વિચારો , ઘણા એ સફાઈ, ઘણા એ મીઠાઈ બનાવવામાં , ઘણા એ નવા કપડાં લેવામાં ને ઘણાએ ઉઘરાણી કરવામાં દિવાળી નો તહેવાર પસાર કર્યો હશે , એમાં ખુશ રહીને મજાથી ઉજવ્યો એ ફાવી ગયા , બાકીનાને પથારી કરવામાં રાત પુરી થઇ ગઈ, ને બાત કરવામાંજ  (નિરાંતે કરશુ એવા ) જિંદગી પુરી થઇ જશે.

                 ઘર આંગણે ખીલતા એક ફૂલ ને આજેજ જોઈલો , સાંજે એકલા ઘરે જતા આકાશ માં ઘરે જતા પંખી ને જોઈલો, બે ઘડી જમીને બધા સાથે આજે થી જ બેસો, ગુસ્સો આવે એવા ક્ષણો એ એક્વાર મનભરીને સામેવાળાને સ્માઈલ આપી દો. ઠંડી ગરમી વરસાદ બધું આવશે ને જશે પણ અંદર ટાઢું રહેશે ને જાલિમ બહાર એ.સી, જ અનુભવાશે હો એમાં કોઈ શકે નથી.

                હમણાં મારો પ્રિય ગાજર નો હલવો મળવા માંડશે, ગાજરનો હલવો , કેસર વાળું દૂધ, ચીકી , પોક ,
બધું ખાવાની મજા આવશે,

                જિંદગી હસને ગાને કે હે, દો પલ , ઇસે ખોના નહિ...

               એ આવજો ને બધું મૂકીને ખુશ રેજો ને જે હોય જેટલું હોય એમાં મજા કરી લેજો....
           
               તો આપડે દિવાળી બારેમાસ છે ભૂરા


ચાલો આવજો ત્યારે આજની ગોઠડી સમાપ્ત હો

જાલિમ ના જેસી કૃષ્ણ।.

મળીએ ત્યારે આવતા અઠવાડિયે....વધેલી ઠંડી સાથે।..............................................................









You Might Also Like

0 comments