પ્રભુ દાસી

4:23 AM



                                  બેટા આપડે આવું વિચારાય પણ નહિ ,  આ પ્રેમ કરવો એટલે ઝેર પીવું,  વાત છે ભારતનાં  જ એક નાનકડા ગામની , સુંદર મજાનું ગામ ,  ગામ માં મજાનું તળાવ, મજા આવે બેસવાની એવો એનો કિનારો , ત્યાં રમીને મોટી થયેલી ગામ ની બે સહેલીઓ -મધુ અને વૃષા, એક દિવસ બંને ત્યાં રમતી હતી ને મધુ નો ભાઈ આવીને કહે કે કાલે તમારા બંને ના લગ્ન છે, હજી તો માંડ નવમું વરસ ચાલે ને લગ્ન? , પણ બંને ખુશ કે કાલે લગ્ન,,ગામ માં એવો રીવાજ કે બધી છોકરીઓ ના લગ્ન પ્રભુ જોડે જ થાય, કોઈ પુરુષ જોડે નહી , ને લગ્ન પછી તેના સાથે શરીર સુખ માટે અલગ અલગ પુરુષો આવે ,ને  તે સ્ત્રી પછીથી પ્રભુ દાસી કહેવાય , તેનો ધર્મ  પુરુષો ની સેવા કરવાનો ,શારીરિક સુખ આપવાનો ને છોકરા પેદા કરવાનો , ને તેનાથી જે છોકરા થાય એને  બાપ નું નામ ના લાગે, ખાલી માં નું નામ લાગે, બાપ તો કોઈને ખબર ના હોય એ ,છોકરી થાય તો એ પણ પ્રભુ દાસી બને, ને છોકરો થાય તો એ એને મન થાય એ પ્રભુ દાસી સાથે સહવાસ કરીને ખુસ રહે, એમજ  આ મધુ ને વૃષા ના લગ્ન થયા , દરરોજ અલગ અલગ લોકો આવે ને સરીર સુખ માણે , મધુ ને આ  ગમતું નહિ,, તેના મનમાં અનેક સવાલો થાય, , માં ને પૂછે , માં માં મારા બાપ  કોણ? એ ક્યાં છે? આપડે લગ્ન ના કરીએ?  માં એની પરંપરા  સમજાવે, કહે કે લગ્ન તો તારા થઇ ગયા ,  આપડું કામ તો પુરુષો ની સેવા કરવાનું ને ખુશ  રાખવાનું, આપડે પ્રભુ દાસી કહેવાઈએ , આપડે અલગ છીએ  બીજા જેવા નથી, 

                               એકવાર એક રાતે અર્જુન કરીને એક છોકરો આવ્યો ,બીજે દિવસે પણ આવ્યો ,તે દરરોજ આવવા લાગ્યો, બીજા પુરુષો ની જેમ તે પણ આખી રાત રહે ને સવારે જતો રહે, બંને વાતો કરે , એને મધુ ગમી શરીર થી ને પછી વિચારો થી , મધુ ના સ્વતંત્ર વિચારો ગમ્યા, તળાવ ના કિનારે મુલાકાતો થઇ , ને આમ જ એક છોકરી થઇ જેનો બાપ અર્જુન હતો, તે મોટી થતી ગઈ પણ મધુ ની જીદ કે હું એને પ્રભુ દાસી નહિ બનવા દવ, મધુ ની માં એને ધમકાવે કે આ આપડી પરંપરા છે ને એવું ના કરીએ તો માતાજી ગુસ્સે થશે એનો પ્રકોપ આખા ગામ પર તૂટશે ને બધા ને ડુંબાડીસ , પણ મધુ કહે આનાથી વધારે મોટો શ્રાપ સુ હોય ? આજ સુધી કેટલા પુરુષો ના પડખા સેવ્યા એય યાદ નહિ , અર્જુન ને મધુ વચ્ચે પ્રેમ ના એકરારો થયા , અર્જુને શહેર માં એના ઘરે કીધું, ત્યાતો બધા એકસાથે એના પર તૂટી પડ્યા કે તારે જવું હોય તો જા, રાત વિતાવ , પણ લગ્ન એના સાથે ના થાય , એના ભાઈએ તો એને ખુબ માર્યો ને અંતે ઘરમાંથી કાઢી મુકયો , આ બાજુ મધુ એ બીજા પુરુષો સાથે સુવાની ના પડતા પુજારી ,એની માં , ગામ ની બીજી પ્રભુદાસીઓ નો ગુસ્સો સાતમાં આસમાને છે , બધાને માતાજી ના પ્રકોપ નો ડર છે.  અને ભાગવાનું વિચારી શકાતું નથી કારણ કે માં એ ધમકી આપી છે કે જો તું એવું કઈ પણ કરીશ તો હું નહી જીવું , 

                                એક કાગળ ની તરવા ચાલેલી હોડી ભીની થઈને હવે ડૂબું ડૂબું થઇ રહી છે , જે આંખોએ સપના જોવાની હિમત કરીતી એ આખો હવે થાકેલી હારેલી જણાય છે , મધુ ની સહેલી વૃષા ને દીલ્હી માં કોઈ ધણી ખરીદી ને લઇ ગયો હોય એ પણ પાછો મૂકી જાય છે ,તો વૃષા પણ મધુ ને સમજાવે છે કે આપડે પ્રભુદાસી ને વગેરે વગેરે ,,,આમ કરતા કરતા દિવસો જાય છે , અર્જુન હજી આવે છે , નાન્કુડી બાળકી મોટી થતી જાય છે, એવામાં મધુ બીજી વાર પ્રેગ્નન્ટ બને છે, એક બીજો અર્જુન અને મધુ નો દસ્તાવેજ મધુ ના પેટ માં ઉછરે છે , એવામાં એકવાર વૃષા દેલ્હી થી ફરીવાર આવે છે ને જાણે સાવ જ બદલાઈ ગઈ હોઈ એમ મધુ ને કહે છે કે ભાગી જા,  હૂતો દિલ્હી માં જ્યાં કામ કરતી ત્યાં દરરોજ કેટલા પુરુષો આવે ને બધા પૈસા મેઈન બાઈ ને આપે ને મને એમાંથી થોડાક જ મળે, તો ગયા અઠવાડીયે જયારે પોલીસે છાપો માર્યો ને અમને બધાને લઇ ગયા ને એમાં એક લેડીસ પોલીસે મને પૂછ્યું તો મેં કીધું હું પ્રભુ દાસી છું ને અમે આજ કામ કરીએ નહીતર માતાજી નો પ્રકોપ વરસે તો એ હસવા લાગી જાણે એને માતાજી નો કઈ જ આવો ડર નહિ ,અરે બીજા કોઈને પણ નહિ , મને કહે તને વેશ્યાઘર માંથી પકડી છે ,ને પ્રભુદાસી પ્રભુદાસી કરે છે , મધુ ત્યાં નવી ક્ષિતિજો છે ત્યાં કોઈને ડર નથી ,એ બધું આપડી આ નાનકડી દુનિયા પુરુતુ જ સીમિત છે ,  કોઈ એન.જી.ઓ. વાળા બહેન નો સંપર્ક થતા મધુ ને અર્જુન બંને તેમની પાસે ગયા , તે બહેન અને પોલીસ ઘરે આવી તો ગામવાળા બધાએ ભેગા થઇ ગયા અને મધુ પણ એ બોલવામાં નિષ્ફળ રહી કે મારે પ્રભુદાસી નહી બનવું ,

                               છેવટે સહેલી વૃષા એ હદય માં હિમત પૂરી , અને બંને ભાગી નીકળ્યા , બીજા બચ્ચા નો જન્મ હોસ્પિટલ માં થયો ને બંને ના લગ્ન થયા , સરકારે બંને ને  પ્રભુદાસી યોજના હેઠળ પુનર્વસન માટે મદદ કરી. ને એક પંખી આઝાદ થયું , લોકો એ ગામ માં ખુબ વાતો કરી પણ અંદર અંદર મધુની હિમત ને બહાદુરી ની વાતો થવા લાગી, ને કોઈ પ્રકોપ ના વરસ્યો , મધુની માં પણ મધુ  સાથે રહેવા આવી ગઈ.... 

                       કેટલો સંઘર્ષ , આતો મેં વાત ટુકમાં કીધી ,બાકી વિચારો વરસો સુધી અલગ અલગ પુરુષો સાથે સહવાસ , સાવ નર્ક જેવી જિંદગી, આટલો ડર , બહાર નીકળવાનું કોઈ કિરણ નહિ , માં સહેલી ગામ બધા વિરોધ માં, ને કઈ ભણેલી નહિ , રેલ્વે ની ટીકીટ લેવાનુય ભાન નહિ , ને છતાંય સપના જોવા  એ કાગળ હોડી લઈને સમુંદર પાર કરવા નીકળવા જેવું છે, એ દાસી ની પરંપરા ,એ પ્રકોપ નો ડર એ બધાથી મધુ ને પણ ડ ર લાગતો હશે , એના મન ને પણ ખુબ સવાલો જવાબો થયા હશે , ડર માંથી બહાર નીકળવું અઘરું જ નહી ઘણી વાર નામુમકીન સાબિત થતું હોય છે, ભાગવા માટે તૈયાર થવા માટે પેલા પોતાને પ્રકોપ ને સમાજ નો ડર મન માંથી કાઢવો પડે, એ અર્જુન ભૂરો  પણ જોરદાર કેવાય  કે પૈસા ,મિલકત માં ભાગ બધું છોડીને પ્રભુદાસી ને પ્રેમ ખાતર પરણી ગયો, ના જાત જોઈ,  ના કામ,  ના ભૂતકાળ ,,,અત્યારે એના વિચારો કેવા છે , હવે એ શું  કરવા માંગે છે, એ જોયુ, સહેલું નથી ખબર છે કે પછી મજુરી કરવી પડશે, બે ત્રણ પેઢી એ પણ અત્યારે પાપા ના ભાગ માં મળશે એવા મકાન નહી બને , તો પણ સત્ય ને ખાતર ,ખુશી ને ખાતર ઝીરો થી સરુઆત કરવા તૈયાર થઇ ગયો , એના ઘરવાળા જે એવું તો માનતા કે એની પાસે તો લગ્ન પછી પણ જઈ સકે ,તો લગ્ન કરવાની સુ જરૂર , લગ્ન તો સારી છોકરી જોઈ કરીલે , એ આજના કહેવાતા શિક્ષિત સમાજ ની અભણતાં દર્શાવે છે. આવો અભિગમ આવી પ્રથાઓ ને જીવિત રાખે છે ને સરકાર ના ગમે તેટલા પ્રયત્નો છતાં એ જેમ ની તેમ જ રહે છે , 

                               આપડે થોડા સમાજ સુધારક છીએ ?? આ અભિગમ આપડું સમાજ માટેનું કન્ટ્રીબ્યુશન આપતા અટકાવે છે,  સ્ત્રીઓ ને માત્ર શરીર સુખ નું સાધન સમજનારા જયારે શિક્ષિત સમાજ માં હશે ત્યારે એ શિક્ષણ નાપાસ થયું ગણાશે , આપડે શું? આપડે થોડો ઠેકો લીધો છે ? આવું કહેનારા હજારો મળશે ને તને શું છે ? તારું કામ કર ને ભાઈ ,એવું કહેનારા પણ ,  પણ આવતીકાલ ના સમાજ નો ખભો આપડે જ છીએ , કાલની માન્યતાઓ ,લોકોની વિચારવૃતિ , સ્ત્રી પ્રત્યેનો અભિગમ , સમાજ માં એનું સ્થાન એ આપડા પ્રયત્નો પર નિર્ભર છે , નેલ્સન મંડેલા ખુબ સારી વાત કહેતા કે આવતી કાલ વધારે શિક્ષિત અને ટેક્નોલોજી થી સભર હશે પરંતુ સમાજ માં પશુતા અને શારીરિક સુખ માજ પડ્યા રહેતા યુવાનો ખુબ વધારે હશે,   ગામડા માં રહેતા કોઈ દર્દી જયારે બતાવવા આવે ત્યારે ઘરમાં પાકું સંડાસ બાંધવાની વાત મનાવડાવીને ઘરે મોકલવો એ દવા ની સાથે એક સમાજ ના ઉત્કર્ષ માટે બાંધેલું ભાથું છે, પૈસા ના અભાવે લોકો ખેતર માં જતા એવું નથી , સમજણ ફેર હતી કે ખુલ્લા માં મજા આવે , એવી જરુરુ નથી , એટલે હજી ઘણા ગામ માં ઘણા ઘર માં હજી સંડાસ નથી, અભાવ કયો કે પ્રભાવ સમજણ નો જ હોય છે જાલિમ,  ડર એક અદ્રશ્ય  વાડ છે , જેને પાર કરવી અઘરી છે , પરંતુ એ પાર કરતા જ સમાજ ને લોકોને એક નવી ક્ષીતીજ મળે છે , એક માન્યતા જે વર્ષો થી વરસમાં મળતી આવે છે એનું સત્ય સામે આવે છે , 

              રાજા રામમોહન રાય એ તોડેલો  બાળકીને દૂધ પીતી કરવાના રીવાજ થી  માંડીને, પૃથ્વી ગોળ છે એવું કહેવા માટે જેલમાં જવા વાળા ગેલેલિયો થી માંડીને આજે મધુ ના પ્રભુ દાસી પ્રથા ના વિરોધ થી માંડીને, સાસરિયામાં પાકું સંડાસ ના હોવાથી પિયર પાછુ આવી જવાથી માંડીને , નાના નાના શોષણ અને ડર સામે આંખ લાલ કરનાર યાદ રાખજો તમે વિજયી બનશો, ભલે એકલા હશો તોય જીતશો, તમારી કાગળ ની હોડી તરસે અને સામે પાર  પહોચશે, તમારું કદ ગમે તેટલું નાનું હશે તોય ન્યાય થશે  અને થશે જ , બસ એ ડર તમારા માંથી કાઢી નાખો,,,,,,,આવા ઘણા ઉદાહરણો રોજ બરોજ ની લાઈફ માં હોય છે, આજ કઠિન હશે, કાલ ક્રૂર હશે પરંતુ પરમ દિવસ ખુશીઓનો ખજાનો લાવશે આ  હું નહિ અલીબાબા નો માલિક જેક માં કહે છે, લોકોના હસવાથી, એના ક્રિટીક્સ થી, એને શું  લાગશે ,શું કહેશે એનાથી ડરતા નથી તો તમે ખરેખર જીતવાના છો,.આજનો અભિગમ તમારી કાલ છે...... 


          આ ગરમી માં ગુજરાત સરકારે ઓરેંજ એલર્ટ આપીને બહાર નીકળવાની ના પાડી તોય આ લેખ આજે નીકળી પડ્યો,,,,,,,
                   
          તરબૂચ 10 ને 15 ના કિલો મળે અમારે અહિયાં, તમારે ???

          એલા આ મધુ ને અર્જુન ની વાર્તા એ કિશોરકુમાર  નું પેલું સોંગ હોઠે લાવી દીધું, 

ના ચાહું સોના ચાંદી , ના ચાહું હીરા મોતી, યે  મેરે કિસ કામ કે ,
ના માંગું બંગલા બાડી , ના માંગું ઘોડા ગાડી ,  યે તો હે બસ નામ કે 
દેતી તો દિલ દે, બદલેમે દિલ કે .દેતી તો દિલ દે, બદલેમે દિલ કે..........
.ઓહો હો ઓહો રે રે સાયબા પ્યાર મેં સોદા નહિ રે। ........

જાલિમ ના જેસી કૃષ્ણ। ....મળીએ ત્યારે। ..............




                           

             




































 





















  

You Might Also Like

1 comments

  1. https://youtu.be/mz37bCApxHE

    Open This Link And watch this story full video

    ReplyDelete